પ્રોટીન | Protein



પ્રોટીન





→ સૌપ્રથમ પ્રોટીન શબ્દનો પ્રયોગ J. J. Berzelius કર્યો હતો.

→ સ્વીડિશ રસાયણશાસ્ત્રી જોન્સ જેકોબ બર્જેલિયસ આધુનિક રસાયણશાસ્ત્રના શોધકમાંનો એક છે. તેમણે વિદ્યુત રસાયણિક દ્વેતવાદ (ઇલેક્ટ્રો કેમિકલ ડ્યુઆલિઝમ) સિસ્ટમની શોધ કરી હતી.

→ તેનો એકમ ઘટક એમીનો એસિડ છે જે ઘણા બધા એમીનો એસિડથી બનેલા મોટા અણુઓ છે. જે ઉત્સેચકો મૂળભૂત રીતે પ્રોટીન હોય છે.

→ પ્રોટીનના બંધારણમાં જુદા જુદા પ્રકારના 20 એમીનો એસિડ હોય છે.

→ શરીરનું બંધારણ ઘડવા અને શરીરમાં જુદા જુદા કાર્યો કરવા માટે વિભિન્ન પ્રકારના પ્રોટીનની જરૂર પડે છે.





→ આપણા શરીરના બંધારણમાં કુલ 17% પ્રોટીન હોય છે.

→ પ્રોટીનના પાચન માટે જવાબદાર ઉત્સેચક : પ્રોટીએઝ અને પેપ્સિન

→ તેનો ઉપયોગ શરીરના વિકાસ માટે જવાબદાર કોષો , પેશી નિર્માણ, એંટીબોડી, અંત:sત્રાવો અને ઉત્સેચકોના તથા આનુવાંશિક લક્ષણોના વિકાસના નિયંત્રણમાં થાય છે.





→ કેરોટિન નામનું પ્રોટીન વાળ, શિંગડા અને નખમાં હોય છે. કોલેજન સંયોજક પેશીમાં મળી આવે છે.

→ દૂધમાં કેસીન નામનું પ્રોટીન હોય છે, જે દૂધનો સફેદ રંગ દર્શાવે છે.

→ દૂધમાં લેકટીક એસિડ હોય છે.

→ દૂધની શુદ્ધતા માપવાનું સાધન લેક્ટોમિટર છે.

→ સ્તનપાન કરાવતા માતાનાં દૂધમાં રેનીન નામનું તત્વ હોય છે.

→ 1 ગ્રામ પ્રોટીન 5.65 કેલરી ઉર્જા ધરાવે છે. તેનું દહન થવાથી શરીરને મળતી ઊર્જા 4 કિલો કેલરી છે.

→ ખાદ્ય પ્રદાર્થમાં પ્રોટીનની હાજરીનું પરીક્ષણ કરવા માટે મોરથૂથૂ (કોપરસલ્ફેટ – CuSO4) ના દ્રાવણનો ઉપયોગ થાય છે.








→ પ્રોટીનના મુખ્ય સ્રોત : દૂધ, માંસ, માછલી, ઈંડા, કઠોળ, સોયાબીન.

→ સૌથી વધારે પ્રોટીન સોયાબીનમાંથી મળી છે.

→ સોયાબીનને શાકાહારી માંસ કહે છે.

→ મધ્યપ્રદેશને સોયા સ્ટેટ કહે છે.

→ પ્રોટીનની ઉણપથી મરાસ્મસ અને ક્વાશિયોકોર નામના રોગ થાય છે.





Post a Comment

0 Comments