પૂર્ણવિરામ (.) | Full Stop (.)
પૂર્ણવિરામ (.)
→ વાકયને અંતે પૂર્ણવિરામ મુકાય છે.
ઉદાહરણ :
→ ગાંધીનગર ગુજરાતની રાજધાની છે.
→ ક્રમસૂચક શબ્દો કે કક્કાવારીના શબ્દો કૌંસ વગર આવે ત્યારે પૂર્ણવિરામ મુકાય છે.
ઉદાહરણ :
→ 1. નદી 2. પર્વત
→ ક. ગુજરાતી ખ. અંગ્રેજી
→ સંક્ષિપ્ત રૂપોમાં
ઉદાહરણ :
→ ચિ. (ચિરંજીવી)
→ લિ. (લિખિતંગ)
→ તા. ક. (તાજા કલમ)
→ જો કે પ્રચલિત બનેલા ટૂંકા રૂપો જેવા કે સેમી (સેન્ટિમીટર), ચોમી (ચોરસ મીટર), કિમી (કિલોમીટર) વગેરેમાં પૂર્ણવિરામનો ઉપયોગ થતો નથી.
→ પુસ્તકના શીર્ષક કે પ્રકરણમાં પૂર્ણવિરામનો ઉપયોગ થતો નથી.
ઉદાહરણ :
→ અશુદ્ધ : સત્યના પ્રયોગો.
→ શુદ્ધ : સત્યના પ્રયોગો
Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments