Ad Code

Geography : Weather and Climate | હવામાન (Weather) અને આબોહવા (Climate)

હવામાન (Weather) અને આબોહવા (Climate)

હવામાન (Weather)



→ હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ.


→ કોઈ પણ સ્થળ, પ્રદેશનું હવામાન, તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે.


→ હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે છે.


→ હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય, તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે.


→ સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો આવું હવામાન શક્ય છે.


→ દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે.


→ ભારતના હવામાન ખાતાની કચેરી દિલ્હીમાં આવેલ છે.


→ તેને IMD (India Meteorological Department ) તરીકે ઓળખાય છે.



આબોહવા (Climate)



→ સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિ એટલે આબોહવા.


→ આબોહવા સ્થાનિક પરિસ્થિતિ (તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ) ને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.


→ પૃથ્વી સપાટીના અલગ અલગ ભાગોમાં અલગ- અલગ પ્રકારની આબોહવાનું નિર્માણ થાય છે જેમ કે વિષુવવૃત્તીય પ્રદેશમાં ગરમ ભેજવાળી હવા.


→ આબોહવા જે – તે પ્રદેશની સજીવસૃષ્ટિ, પ્રાણીસુષ્ટિ અને માનવજીવન તથા તેવી પ્રવૃત્તિઓને સીધી અસર કરે છે.



તાપમાન (Temperature)



→ હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે.


→ વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ ફેરફાર અનુભવાય છે.


→ તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે.


→ શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે.



સૂર્યઘાત (Insolation)



→ સૂર્યઘાત અર્થાત પ્રવેશી સૌર વિકિરણ.


→ પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી ગરમી કે ઉષ્માશક્તિને “સૂર્યઘાત” કહે છે.


→ સૂર્યઘાત એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે.


→ સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઘટે છે. આ કારણે ધ્રુવપ્રદેશો ઢંકાયેલા હોય છે.


→ સૂર્યઘાત ગ્રામ/કેલારીમાં દર્શાવાય છે.


→ સૂર્યઘાત પાયરેનોમીટર નામના સાધન વડે માપવામાં આવે છે.


→ વાતાવરણની ઉપરની સપાટીએ આપાત થતો સરેરાશ સૂર્યઘાત 1.96 કેલરી/ચો. સે. મી. /મિનિટ (અથવા 2 લેન્જલિ) જેટલો છે.



વાતાવરણનું દબાણ (Atmospheric Pressure)



→ પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીસપાટી પર દબાણ કરે છે. તેને વાતાવરણનું દબાણ કહે છે.


→ પૃથ્વીની સપાટીની 1 ચોરસ સે. મી. જગ્યા પર આવેલી હવાનું સરેરાશ વજન 1034 ગ્રામ જેટલું હોય છે.


→ સમુદ્રસપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે.


→ પૃથ્વીસપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે.


→ વધારે તાપમાન વાળા પ્રદેશમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે.


→ હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે.


→ ઓછા તાપમાનવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે માટે ત્યાં ભારે દબાણ હોય છે.


→ વાયુ દબાણ એ “વાયુ ભારમાપક” (Baro Meter) તથા “વાયુભાર આલેખક” (Barograph) જેવા સાધનો દ્વારા માપવામાં આવે છે.


→ મોટે ભાગે વાયુ દબાણ “ફોર્ટિન બેરોમીટર” અથવા “નિદ્રવ વાયુદાબમાપી” દ્વારા માપવામાં આવે છે. જેમાં પારાના સ્તંભની ઊંચાઈ ઉપરથી વાયુ દબાણ માપી શકાય છે.


→ વાયુનું દબાણ ઈંચ, સે. મી., મિલિબાર (mb) વગેરે એકમોમાં માપવામાં આવે છે.


→ સામાન્ય રીતે સમુદ્રની સરેરાશ સપાટીએ પૃથ્વી ઉપર 1 ચો. સે. મી. અથવા 1 ચો. ઈંચ જગ્યા પર આવલ હવાનું દબાણ 76 સે. મી. અટવા 30 ઈંચ જેટલું અથવા 1013.2 મિલિબાર જેટલું હોય છે.


→ વિશ્વમાં સૌથી વધુ હવાનું દબાણ સાઇબેરિયાના “અગત” નામના સ્થળે નોંધાયેલું છે.


→ વિશ્વમાં સૌથી ઓછું હવાનું દબાણ જે 877 મિલિબાર હતું. જે પેસેફિક મહાસાગરમાં મેરિયાના ટાપુ પાસે ઉત્પન્ન થયેલા ટાયફુંન (ચક્રવાત) ના મધ્યમાં નોંધાયેલું છે.


→ 1 mb = 1000 ડાઇન્સ/ચો. મી.


→ 1 mb = 100 ન્યૂટન્સ/ચો/મી.


→ 1 mb= 0.2952999 ઈંચ



પવનો (Winds)



→ પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે.


→ ઊર્ધ્વ દિશામાં ગતિમાન હવાને “ હવાના પ્રવાહો” અથવા “ઊર્ધ્વ પવનો” કહે છે.


→ ક્ષિતિજ સમાંતર દિશામાં ગતિમાન હવાને “પવનો અથવા સપાટીના પવનો” કહે છે.


→ મોટા ભાગે ભારે દબાણ પવનોનું નિર્માણ કરે છે. જે ભારે દબાણ પરથી હલકા દબાણ તરફ ગતિ કરે છે.


→ પવનોની ઝડપ દબાણના ઢાળના પ્રમાણ ઉપર આધાર રાખે છે.


→ દબાણનો ઢાળ વધુ હોય ત્યારે પવનો ઝડપી હોય છે.


→ પવનોની દિશા સમદાબ રેખાઓને કાટખૂણે રહે છે.


→ સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતાં હલકાં, ભારે દબાણો છે તેના મુખ્ય ત્રણ પ્રકારો છે:
  1. કાયમી પવનો

  2. મોસમી પવનો

  3. દૈનિક કે સ્થાનિક પવનો




કાયમી પવનો (Preveiling/ Planetary Wind)



→ પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં બારેમાસ નિશ્વિત દિશામાંથી પવનો વાય છે જેને કાયમી પવનો કહે છે.


→ કાયમી પવનોમાં વ્યાપારી પવનો, પશ્વિમીયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે.



મોસમી પવનો (Monsoon Winds)



→ અરબી ભાષાના “મોસિમ” શબ્દ પરથી “મોસમી” શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. જેનો અર્થ “સારી દિશાવાળા પવનોની ઋતુ” એવો થાય છે.


→ પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે તેને મોસમી પવનો કહે છે.


→ ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન, ચીન, કોરિયા, તાઇવાન. જાપાન, ગીનની ખાડી, ઓસ્ટ્રેલીયા, માલાગાસી, નાઈજીરિયા, ઘાના વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનો કહે છે.


→ ઉનાળામાં નૈઋત્યના પવનો અને શિયાળામાં ઇશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનના ઉદાહરણ છે.



દૈનિક/સ્થાનિક પવનો (Diurnal/Local Winds)



→ પૃથ્વીની સપતિ ઉપર કેટલાક પ્રદેશમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતાં ફેરફારને કારણે ઉદ્ભવતા પવનોને સ્થાનિક પવન કહે છે.


→ સ્થાનિક પવાનોનાં ઉદાહરણ તરીકે દરિયાઈ – જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, લૂ અને શીતલહેર વગેરે છે.



જાણવા જેવુ



→ હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત (વાવાઝોડું) ઉદભવે છે.


→ ચક્રવાતને ટાઇફૂણ, હરિકેન, ટોર્નેડો કહે છે.


→ 60 થી 80 કિમી/ કલાકની ઝડપના પવનને તોફાની પવન.


→ 80 થી 120 કિમી/ કલાકના પવનને વાવાઝોડું કહે છે.



ભેજ



→ સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં, તેનું વરાળમાં રૂપાંતર થાય છે તેને ભેજ કહે છે.


→ ભેજ પૃથ્વીસપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરે છે.


→ વાતાવરણમાં રહેલા ભેજ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વીસપાટીને પુન: પ્રાપ્ત થાય છે.


→ સામાન્ય રીતે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 0 થી 4% જેટલું રહેતું હોય છે. જેમકે રણપ્રદેશમાં 1% જ્યારે ભેજવાળા ઉષ્ણ કટિબંધમાં 4% જેટલું રહેતું હોય છે. પરંતુ કદ મુજબ વાતાવરણમાં ભેજનું કદપ્રમાણ 2% જેટલું હોય છે.


→ વાતાવરણમાં ઝાકળ, ધુમ્મસ, વાદળ, વર્ષા, વગેરે ભેજના સ્વરૂપે હોય છે.


→ ભેજનું ઘનીભવન થતાં વાતાવરણમાં ગુપ્ત ઉષ્મા છૂટી પડે છે. જે હવાનું તાપમાન વધારી વાતાવરણમાં અસ્થિરતા પેદા કરે છે.


Post a Comment

0 Comments