મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા બરોડા રજવાડાના મહારાજા અને લોક કલ્યાણ રાજા તરીકે જાણીતા શાસક શ્રી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો જન્મ 11 માર્ચ, 1863ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાના કવલાણા ગામમાં થયો હતો.
તેમનું મૂળ નામ : ગોપાલ કાશીરાવ ગાયકવાડ હતુંુ
શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 16 જૂન, 1875ના રોજ બરોડા રાજ્યની ગાદી સંભાળી હતી.
આ સમયે તેમની નાની ઉંમર હોવાના કારણે રિજન્સી કાઉન્સિલ હેઠળ શાસન કર્યું હતું.
તેમણે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી.
આ ઉપરાંત તેમના શાસનકાળ દરમિયાન ખેતી અને શિક્ષણ સંબંધી અનેક સુધારા થયા હતા. તથા કારોબારી અને ન્યાયતંત્રને અલગ પણ કર્યું હતું.
મહારાજા સયાજીરાવ રાજ્યના દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીની મદદ કરતા હતા. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિભા જોઈ સયાજીરાવ ગાયકવાડે તેમને ઉચ્ચ શિક્ષણ માટે લંડન મોકલ્યા હતા.
વર્ષ 1881માં તેમણે બરોડા કોલેજ ઓફ સાયન્સની સ્થાપના કરી હતી.
સ્વતંત્રતા બાદ વર્ષ 1949માં તેમને “મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી’ (M.S. University) નામ આપવામાં આવ્યું હતું.
તેમણે
-----> વર્ષ 1908માં “બેંક ઓફ બરોડા' ની અને
-----> વર્ષ 1916માં બરોડા (વડોદરા) રાજ્યમાં પ્રજામંડળની સ્થાપના કરી હતી.
સાહિત્ય, સંગીત, નૃત્ય અને નાટક ક્ષેત્રે વિકાસ કરવાના હેતુથી વર્ષ 1916માં બરોડામાં સૌપ્રથમવાર "અખિલ ભારતીય સંગીત સંમેલન” નું આયોજન કરાવ્યું હતું.
ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે આવેલ "બનારસ હિન્દુ યુનિવર્સિટી" માં તેમના નામ પરથી સયાજીરાવ ગાયકવાડ લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવી હતી.
તેમના શાસનકાળ દરમિયાન રાજ્યમાં ધારાસભાની રચના કરવામાં આવી હતી.
આ ઉપરાંત કીર્તિ મંદિર, ન્યાય મંદિર, લક્ષ્મી વિલાસ પેલેસ, કલાભવન જેવી અનેક જોવાલાયક ઈમારતોનું નિર્માણ કરાવ્યું હતું.
જેના કારણે બરોડા રાજ્ય એક સુંદર કલાત્મક પર્યટન સ્થળ બન્યું હતું.
તેમની વહીવટી કુશળતાને યાદગાર બનાવવા માટે બરોડા મેનેજમેન્ટ એસોસિએશને તેમના નામ પરથી વર્ષ 2013માં ‘સયાજી રત્ન એવોર્ડ'ની સ્થાપના કરી હતી.
0 Comments
Any suggestions, Please comment Below 👇