હાલમાં કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન શ્રી પ્રહલાદ સિંહ પટેલ તાજેતરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ હેરિટેજના સ્થાપનાના પ્રસ્તાવની સમીક્ષા કરી હતી.
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ હેરિટેજ એ સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક પ્રસ્તાવિત સંસ્થા છે - વર્ષ 2020-21ના બજેટના ભાગરૂપે તેની જાહેરાત કરવામાં આવી.
સ્થાપના : સોસાયટીઝ રજિસ્ટ્રેશન એકટ, 1860 અંતર્ગત કરવામાં આવશે.
કલા અને વારસાના અધ્યયન માટે સેન્ટર ઓફ એકસેલન્સ તરીકે સ્થાપિત કરવામાં આવશે અને તેને "ડીમ્ડ યુનિવર્સિટી"નો દરજજો પ્રાપ્ત થશે.
પુરાતત્વ અને સંગ્રહશાસ્ત્ર જેવા વિષયોમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી રહી છે.
નાણાં પ્રધાને સંગ્રહાલય અને અન્ય ગતિવિધિઓની સ્થાપના કરવા માટે સંસ્કૃતિ મંત્રાલયને 3,150 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
આ ભંડોળનો ઉપયોગ હસ્તિનાપુર, રાખીગઢી, શિવસાગર, અદિચનાલ્લર અને ધોળાવીરા જેવી પાંચ આઈકોનિક સાઈટ્સના વિકાસ માટે કરવામાં આવશે.
0 Comments
Any suggestions, Please comment Below 👇