ગુજરાતી વ્યાકરણ: ​​અલંકાર: અર્થાલંકાર: અર્થાંતરન્યાસ અલંકાર


અર્થાંતરન્યાસ અલંકાર



→ જ્યારે કોઈ સામાન્ય હકીકત નું વિશેષ હકીકત દ્વારા સમર્થન કરવામાં આવે છે ત્યારે અથવા વિશેષ હકીકતનું સામાન્ય હકીકતમાં દ્વારા સમર્થન કરવામાં આવે છે ત્યારે તેને ‘અર્થાંતરન્યાસ અલંકાર' કહેવામાં આવે છે.


ઉદાહરણ



  1. કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,
    ખફા ખંજર સામનામાં રહમ ઊંડી લપાઈ છે.

  2. પ્રભુથી સહું કઈ થાય છે, અમથી થાય ન કાંઈ
    રાઈનો પર્વત કરે, ને પર્વતનો વળી રાઈ.

  3. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ નવ સરે,
    મત્સ્ય ભોગી બગલો, મુક્તાફળ દેખી ચંચુ ના ભરે.

  4. ઉગે કમળ પાકમાં, તદપિ દેવ શીરે ચડે,
    નહિ કુળથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણો વડે.



Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો




Post a Comment

0 Comments