Ad Code

GK -53


  • પ્રયાગરાજ કુંભમેળામાં કેટલી બસોના કાફલાથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચાયો?
  • 503
    અબુધાબીનો 390 બસનો રેકોર્ડ તોડ્યો


  • ગુજરાત હાઈકોર્ટમાં બે નવા જજની નિમણુક થતા જજોની સંખ્યા કેટલી થઈ?
  • 30
    તાજેતરમાં બે નવા જજ ભાર્ગવ કારિયા અને સંગીતા વિશેનની નિમણુક થઈ


  • વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક ક્યાં બનાવાશે?
  • કેવડિયા પાસે
    7 ખંડોમાંથી પક્ષીઓ અને પ્રાણીઓ લવાશે
    100 એકર વિસ્તારમાં બનાવાશે


  • ભરૂચની દૂધસાગર ડેરીના મેદાનમાં 290 મિનિટમાં કેટલી વ્યક્તિઓને કૃત્રિમ અંગો લગાવવાનો વિક્રમ નોંધાયો? <
  • 260


  • તાજેતરમાં કયા દેશે વન-ડે મેચમાં 24 સિક્સર લગાવી એક ઇનિંગમાં સૌથી વધુ 23 સિક્સરનો રેકોર્ડ તોડ્યો?
  • ઈંગ્લેન્ડ
    વેસ્ટઇન્ડિઝ સામે
    બંને ટીમોની થઈને કુલ સિક્સ 46 થઈ જે એક નવો રેકોર્ડ નોંધાયો


  • વન-ડે ક્રિકેટ મેચમાં 1 સિરીઝમાં સૌથી વધુ સિક્સ લગાવનાર ખેલાડી કોણ બન્યો?
  • વેસ્ટઇન્ડિઝનો ક્રિસ ગેઈલ


  • માકરન કપ (બોક્સિંગ) કયા દેશમાં યોજાયો?
  • ઈરાન


  • ગુજરાતમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ ક્યાં બનશે?
  • રાજકોટના હીરાસર ખાતે
    1025.54 હેકટર જમીનમાં


  • અમદાવાદમાં મેટ્રો રેલનો પહેલો તબક્કો કયા બે વિસ્તાર વચ્ચે શરૂઆત થઈ?
  • વસ્ત્રાલથી એપરલ પાર્ક
    અંતર 6.5 કિમી.


  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા ઉમિયા માતા મંદિરનું ભૂમિપૂજન ક્યાં કર્યું? અમદાવાદના જાસપુરમાં

  • BOBના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પદે કોની નિમણુક કરવામાં આવી
  • ડૉ.હસમુખ અઢિયા


  • પ્રયાગરાજ કુંભમાં એક સાથે કેટલા કલાકારોએ હાથની છાપ પાડી વિશ્વ વિક્રમ સર્જ્યો
  • 10 હજાર


  • 'વર્લ્ડ 50 બેસ્ટ રેસ્ટોરન્ટ' તરફથી એશિયના સર્વશ્રેષ્ઠ ફિમેલ શેફ તરીકે કોની પસંદગી કરવામાં આવી?
  • ગરિમા અરોરા


  • OICની 26મી બેઠક ક્યાં યોજાઈ હતી
  • UAEની રાજધાની અબુધાબીમાં


  • OICની 26મી બેઠકમાં ચીફ ગેસ્ટ કોણ હતું?
  • સુષ્મા સ્વરાજ


  • OIC વિશે
  • OICનું પૂરું નામ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન
    સ્થાપના:-1969માં 24 મુસ્લિમ દેશોએ કરી
    મુખ્યાલય:-સાઉદીના જેદ્દાહમાં
    OICની પ્રથમ બેઠક 1970માં થઈ હતી
    2019માં 26મી બેઠક થઈ
    57 સભ્ય દેશ


  • ગોલ્ડન ગર્લ તરીકે કઈ ટ્રેન ઓળખાય છે?
  • રાજધાની એક્સપ્રેસ


  • હાલમાં પાકિસ્તાનથી પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન કયા રાજ્યના છે?
  • તમિલનાડુ


  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 160 કિમી. પ્રતિ કલાકની ઝડપે દોડનારી તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી આપી.આ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડશે?
  • મદુરાઈ-ચેન્નઈ


  • કયા દેશે ગાઈ શકતો હ્યુમેનોઈડ રોબોટ Alter3 વિકસાવ્યો?
  • જાપાન


  • દિલ્હી ISSF વર્લ્ડકપમાં બેસ્ટ શૂટર કોણ જાહેર થયું?
  • ભારતનો સૌરભ ચૌધરી*


  • દેશનું પ્રથમ ઓઇલ મ્યુઝિયમ ક્યાં બનશે?
  • આસામના ગુવાહાટીમાં


  • કયા દેશમાં ઈન્ટરનેટ પર ટેક્સ લાગુ કરવામાં આવ્યો?
  • યુગાન્ડા


  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિર શ્રી અન્નપૂર્ણા ધામની પ્રાણપ્રતિષ્ઠા ક્યાં કરી?
  • અડાલજ


  • ફેડરર કારકિર્દીનું 100મુ ટાઈટલ મેળવનાર વિશ્વનો કેટલામો ખેલાડી બન્યો?
  • બીજો


  • વલ્લભવિદ્યાનગરની સ્થાપના ક્યારે થઈ હતી?
  • 3 માર્ચ,1946


  • વલ્લભવિદ્યાનગરને સ્વતંત્ર ગ્રામપંચાયતનો દરજ્જો ક્યારે મળ્યો હતો?
  • 1 ઓગસ્ટ,1952


  • એન્ટાર્કટિકામાં ભારતના મૈત્રી અને ભારતીય સ્ટેશનમાં -50° વચ્ચે 1 વર્ષ રહી ગુજરાતનો કયો યુવાન પોલારમેન બન્યો?
  • મહેસાણાનો મોહન દેસાઈ


  • ભિનંદન વર્ધમાનને કયો પુરસ્કાર પ્રથમ મળશે? ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર


  • કયા દેશમાં દુનિયાની પ્રથમ સોલાર ટ્રેન શરૂ કરવામાં આવી?
  • ઓસ્ટ્રેલિયાના બેરોન શહેરમા


  • બલગેરિયામાં યોજયેલ ડાન-કોલોવ નિકોલા પેટ્રોવ ટુર્નામેન્ટમાં કયા ભારતીય બોક્સરે ગોલ્ડ મેડલ જીત્યો?
  • બજરંગ પુનિયા


  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AK-203 રાઈફલ ઉત્પાદન યુનિટનો શિલાન્યાસ ક્યાં કર્યો?
  • અમેઠીમાં


  • યુનિવર્સ બોસ તરીકે કયો ક્રિકેટર ઓળખાય છે?
  • વેસ્ટઇન્ડિઝનો ક્રિસ ગેઈલ


  • મેટ્રો ચલાવનાર અમદાવાદ દેશનું કેટલામું શહેર બન્યું?
  • 10મું


  • દેશનું એકમાત્ર શહેર જે AMTS, BRTS અને મેટ્રો ધરાવે છે?
  • અમદાવાદ


  • કયા દેશમાં શબ્દકોષ બદલાયો?
  • ફ્રાન્સ
    સ્ત્રીઓ માટે તમામ હોદ્દાને સ્ત્રીલિંગ નામ અપાશે
    મહિલા પ્રોફેસર 'પ્રોફેસિયોર' કહેવાશે


  • ગુજરાત યુનિવર્સિટી બાદ કઈ યુનિવર્સિટી શહિદ જવાનોના સંતાનોને વિના મૂલ્યે શિક્ષણ આપશે?
  • દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી


  • IPL માં સૌથી ઝડપી 4000 રન કોને પુરા કર્યા? ક્રિસ ગેઈલ

  • ભારતીય વાયુસેનામાં કયા 4 હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા?
  • ચિનૂક CH-47F(I)


  • ચિનૂક હેલિકોપ્ટર કઈ કંપની પાસેથી ખરીદવામાં આવ્યા?
  • અમેરિકી કંપની બોઇંગ


  • વન ડે અને T20માં 150+ રન બનાવનાર પહેલો ખેલાડી કોણ બન્યો?
  • ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ


  • પાકિસ્તાનના આતંક ઉપર નજર રાખવા ઈસરોએ કયો ઉપગ્રહ લોન્ચ કરશે?
  • EMISAT


  • ઈંદિરા ગાંધીએ 'ગરીબી હટાવો' સૂત્ર ક્યારે આપ્યું હતું?
  • 1971માં


  • ગોળગધેડાનો મેળો ક્યાં ભરાયો?
  • ગરબાડાના જેસવાડા ગામે


  • અંડર-23 સિનિયર એશિયન ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ?
  • મંગોલીયા


  • IPLમાં પંજાબના કેપ્ટન અશ્વિને રોયલ્સના બેટ્સમેન જોસ બટલરને કઈ પદ્ધતિથી આઉટ કર્યો?:
  • માંકડિંગ
    1947માં ભારતના વિનુ માંકડે ઓસ્ટ્રેલિયાના બીલી બ્રાઉનને બે વખત આ રીતે આઉટ કર્યો હતો.જેના કારણે કોઈ બોલર આ પ્રકારે કોઈ બેટ્સમેનને આઉટ કરે તો તેને 'માંકડિંગ' કહેવાય છે


  • ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાની રાહુલ ગાંધીની યોજના કઈ?
  • ન્યૂનતમ આય યોજના (ન્યાય યોજના)


  • સ્વિફ્ટ નિયમોનો ભંગ કરવા બદલ RBI એ PNB ને રૂ. 2 કરોડનો દંડ કર્યો.સ્વિફ્ટ એ શું છે?
  • એક વૈશ્વિક મેસેજિંગ સોફ્ટવેર છે જેનો ઉપયોગ નાણાકીય એકમો પોતાના ટ્રાન્ઝેક્શન માટે કરે છે


  • IPL ના કમિશનર કોણ છે?
  • રાજીવ શુક્લા


  • ગુજરાતમાં ચૂંટણીના ખાસ ખર્ચ નિરીક્ષક તરીકે કોની નિમણુક કરવામાં આવી?
  • શૈલેન્દ્ર હાંડા


  • તાજેતરમાં સ્ટેનલેસ સ્ટીલની 'સ્માર્ટ ડસ્ટબીન' કોને લોન્ચ કરી?
  • સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ*
    આ ડસ્ટબીનને દક્ષિણ દિલ્હીમાં મુકવામાં આવશે


  • ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા?
  • ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતને
    ભારતનો આ પ્રથમ કિસ્સો*
    2014માં ટ્રાન્સજેન્ડરને મતાધિકાર અપાયો


  • પ્રતિષ્ઠિત ટેમ્પલટન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા?
  • બ્રાઝિલના ભૌતિકશાસ્ત્રી તથા ખગોળ વૈજ્ઞાનિક માર્સેલ ગ્લેઈસેરને
    વિજેતાને 14 લાખ ડોલરની રકમ આપવામાં આવે છે
    પ્રથમ લેટિન અમેરિકી વૈજ્ઞાનિક બન્યા


  • ભારત અને કયા દેશ વચ્ચે મિત્ર શક્તિ નામની યુદ્ધ અભ્યાસ કવાયત શરૂ થઈ?
  • શ્રીલંકા
    આ કવાયત 2012થી થાય છે


  • ભારતીય તટરક્ષક દળનું જહાજ INS વિજીત દ્વારા કયા દેશની યાત્રા કરવામાં આવી?
  • ઇન્ડોનેશિયા


  • 20મી માર્ચ- રાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (હેપ્પીનેસ ડે)ની ઉજવણી કરવામાં આવી. આ વખતની આંતરરાષ્ટ્રીય થીમ શુ હતી:?
  • હેપ્પીયર ટુગેધર
    સયુંકત રાષ્ટ્રના 193 દેશો હેપ્પીનેસ ડે ઉજવે છે


  • માત્ર 18 વર્ષની વયે કઈ ભારતીય ગોલ્ફરે લેડીઝ યુરોપિયન ટુર જીત્યો?
  • દીક્ષા ડાંગર


  • જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગિરીશ કર્નાડના પુત્ર રઘુ કર્નાડે તેના કયા પ્રથમ પુસ્તક માટે વિંડહામ - કેમ્પબેલ પુરસ્કાર મળ્યો?
  • The Farthest Field : An Indian Story of the Second World War*
    ભારતમાં આ પૂર્વે જેરી પિન્ટોને આ પુરસ્કાર મળેલો છે*
    આ પુરસ્કારના વિજેતાને 1,65,000 ડોલર ઇનામ સ્વરૂપે મળે છે*


  • હાલમાં ચિન્મોય રોયનું નિધન થયું. તેઓ કોણ હતા?
  • બંગાળી ફિલ્મોના અભિનેતા


  • ફુટબોલ ઇન્ડિયન સુપર લીગનો ખિતાબ કઈ ટીમે જીત્યો?
  • બેંગલુરુ FCએ
    10 ટીમોની આ ટુર્નામેન્ટમાં બેંગલુરુએ પ્રથમ વખત ખિતાબ જીત્યો


  • ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક જેમને હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મભૂષણથી સન્માનિત કરાયાં?
  • નંબી નારાયણ


  • જર્મનીની કોહલર ફાઉન્ડેશન દ્વારા અપાતા હંસ કિલિયન એવોર્ડ માટે કયા ભારતીય મનોવૈજ્ઞાનિકની પસંદગી થઈ જેઓ પ્રથમ એશિયાઈ મનોવૈજ્ઞાનિક બનશે?
  • આશિષ નંદી


  • દુષ્કાળથી પીડિત કયા રાજયમાં આગામી બે ચોમાસા માટે વાદળોમાંથી વધુમાં વધુ જળ મેળવવા કલાઉડ સિડિંગને મંજૂરી અપાઈ?
  • કર્ણાટક

    Post a Comment

    0 Comments