→ 1899 – બી.એ. -તત્વજ્ઞાન સાથે, અમદાવાદ, એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ અને પુનાની ડેક્કન કોલેજ માં અભ્યાસ
→ 1901 – એમ.એ. – ઇતિહાસ સાથે (પૂના, મુંબઇ)
વ્યવસાય
→ 1902- 04 : સાદરાની સ્કોટ કોલેજમાં અદ્યાપક
→ 1904- 18 : રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપન.
→ અમુક સમય સુધી તેઓ રાજકોટ રાજ્યનાં મૂખ્ય ન્યાયાધીશ અને નાયબ દીવાન
→ 1918 : કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી
→ 1919 : માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી ગાંધીજીને અર્પણ કરી હતી.
→ 1920 : માં લાંબી રજા પર ઉતરીને ૧૯૨૧માં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું અને સાહિત્ય સર્જનમાં બાકીનું જીવન પસાર કર્યું.
સન્માન
→ માર્ચ ૧૬, ૧૯૭૮ના દિવસે ભારતીય ટપાલ ખાતા દ્વારા એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
કૃતિઓ
કવિતા
→ વસંતોત્સવ (ડોલનશૈલીમાં લખાયેલી તેમની પ્રથમ કૃતિ)
→
ન્હાનાલાલે લેખનની શરૂઆત વસંતોત્સવ કાવ્ય દ્વારા કરી હતી. સૌપ્રથમ વાર ગુજરાતીમાં છંદ વિનાની: અછાંદસ ક્રુતિ આપી, જેને ‘ડોલનશૈલી’ થી ઓળખાય છે. તેને ડોલનશૈલીમાં પ્રથમ કાવ્ય વસંતોત્સવ લખ્યું છે. તેમણે જયાજયંત અને ઇન્દુકુમાર જેવા નાટકો લખ્યા છે. જે ડોલનશૈલી માટે જાણીતા છે. ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય લખ્યું છે.
0 Comments