નીતિ આયોગ | NITI Aayog

નીતિ આયોગ
નીતિ આયોગ

→ નીતિ આયોગમાં NITIનું પૂરું નામ 'National Institution for Transforming India'.

→ 1 જાન્યુઆરી, 2015થી સરકાર દ્વારા આયોજન પંચના સ્થાને નીતિ આયોગની શરૂઆત કરવામાં આવી હતી.

→ આયોજન પંચની રચના 15 માર્ચ, 1950ના રોજ કરવામાં આવી હતી.

→ નીતિ આયોગ બંધારણીય કે વૈધાનિક (Statutory) સંસ્થા નથી, પરંતુ કેન્દ્રીય મંત્રી મંડળના આદેશ દ્વારા નિર્મિત એક ગેરબંધારણીય કારોબારી સંસ્થા છે.

→ નીતિ આયોગ એ ભારત સરકારની થિંક ટેંક (Think Tank) છે.

→ જે નીતિગત અને દિશાસૂચક એમ બંને પ્રકારના કાર્યો કરે છે.


નીતિ આયોગનું માળખું

અધ્યક્ષ: વડાપ્રધાન (હોદ્દાની રૂએ)

ઉપાધ્યક્ષ : વડાપ્રધાન દ્વારા નિયુક્ત કરવામાં આવશે

CEO : નિશ્ચિત કાર્યકાળ માટે વડાપ્રધાન દ્વારા નિમણૂક, ભારત સરકારના સચિવ સમકક્ષ હોદ્દો

ગવર્નિંગ કાઉન્સિલ: તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફટનન્ટ ગવર્નરો

પ્રાદેશિક પરિષદ: વડાપ્રધાન અથવા તેમના દ્વારા નામાંકિત વ્યક્તિ ચોક્કસ પ્રાદેશિક મુદ્દાઓને સંબોધવા માટે મુખ્યમંત્રીઓ અને લેફટ્નન્ટ ગવર્નરોની બેઠકની અધ્યક્ષતા કરે છે.

એડ -હોક સભ્યપદ : અગ્રણી સંશોધન સંથાઓમાંથી રોટેશનલ પર 2 હોદ્દેદાર સભ્યો.

પૂર્વ- અધિકારી સભ્યો : વડાપ્રધાન શ્રી દ્વારા નોમિનેટ કરાયેલ કેન્દ્રીય મંત્રીપરિષદના વધુમાં વધુ ચાર સભ્યો.

→ ખાસ આમંત્રિત સભ્યો : વડાપ્રધાનશ્રી દ્વારા નામાંકિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો


નીતિ આયોગના બે મુખ્ય કેન્દ્રો

ટીમ ઈન્ડિયા હબ : રાજ્યો અને કેન્દ્ર વચ્ચે ઈન્ટરફેસ તરીકે કાર્ય કરે છે.

નોલેજ અને ઈનોવેશન હબ : નીતિ આયોગની ર્થિક-ટેંકની જેમ કામ કરે છે.


નીતિ આયોગના ઉદ્દેશ્યો

→ મજબૂત રાજ્યો મજબૂત રાષ્ટ્રો બનાવે છે તથા દેશના વિકાસમાં રાજ્યનો ફાળો મહત્ત્વનો છે. આથી દેશના કોઈપણ નીતિગત કાર્યોમાં રાજ્યોની સક્રિય ભાગીદારી આવશ્યક છે. રાજ્યોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનું કાર્ય નીતિ આયોગ કરે છે. રાજ્યોની ભાગીદારી એ સહકારી સંઘવાદની ભાવનાને પરિપૂર્ણ કરે છે.

→ ગ્રામ્ય સ્તરે યોજનાઓના અસરકારક અમલીકરણ માટે યોગ્ય પ્રક્રિયાઓનો વિકાસ કરવો અને તેનું મૂલ્યાંકન કરવું.

→ સમાજના એવા વર્ગો પર વિશેષ ધ્યાન આપવું કે જેમને આર્થિક પ્રગત્તિનો પૂરતો લાભ મળતો નથી.

→ મુખ્ય હિસ્સેદારો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય થિંક ટેન્ક જેમ કે શૈક્ષણિક અને નીતિ સંશોધન સંસ્થાઓ વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહિત કરવું.

→ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, પેક્ટિશનરો અને અન્ય ભાગીદારો સાથે મળીને જ્ઞાન, નવીનતા અને સાહસિકતા સહાયક પ્રણાલીઓનું નિર્માણ કરવું.

→ વિકાસ એજન્ડાના અમલીકરણને ઝડપી બનાવવા માટે આંતર-ક્ષેત્રિય અને આંતર-વિભાગીય મુદ્દાઓના નિરાકરણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવું.

→ સરકાર દ્વારા બનાવવામાં આવતી કોઈપણ આર્થિક નીતિ કે અન્ય બાબતોમાં રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવી.


→ નીતિ આયોગના પ્રથમ CEO શ્રી સિંધ શ્રી ખુલ્લર હતા.


→ Website: https://niti.gov.in/


→ Facebbok Page Click


Post a Comment

0 Comments