DRDO
DRDO
DRDO
→ DRDOं પૂરું નામ 'Defence Research and Development Organization' (સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન) છે.
→ DRDO એ ભારતમાં સંરક્ષણ અથવા સૈન્ય સંબંધિત સંશોધન અને વિકાસ માટેની ભારતની એક અગ્રણી સંસ્થા છે.
→ ભારતમાં કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય અંતર્ગત આ સંસ્થા કાર્ય કરે છે.
→ ભારતમાં વિવિધ ગન, બોમ્બ, ટેન્ક, મિસાઈલ તથા યુદ્ધ વિમાનો અને યુદ્ધ જહાજો સહિતના સંરક્ષણ સાધનોનો વિકાસ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
→ ભારતમાં 1958માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.
→ DRDO ભવન તરીકે ઓળખાતુ તેનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે.
→ DRDOનું આદર્શ વાક્ય (Motto) ‘બલસ્ય મૂલ વિજ્ઞાનમ' છે.
→ DRDO અંતર્ગત દેશભરમાં 52 જેટલી પ્રયોગશાળાઓ કાર્યરત છે.
→ આ પ્રયોગશાળાઓ એરોનોટિક્સ, ઈલેક્ટ્રોનિક્સ, આર્મમેન્સ, લાઈફ સાયન્સ, લેન્ડ વોરફેર ઈજનેરી, નૌકા પ્રણાલી, સામગ્રી અને મિસાઈલ જેવા ક્ષેત્રોને આવરી લેતી સંરક્ષણ તકનીકોના વિકાસમાં રોકાયેલી છે.
→ Website:https://drdo.gov.in/drdo/en
0 Comments