છારી-ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંવર્ધન ક્ષેત્ર | Chari-Dhand Wetland Conservation Reserve


છારી-ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંવર્ધન ક્ષેત્ર

→ કચ્છના રણપ્રદેશમાં આવેલું છારીઢંઢ સંરક્ષિત ક્ષેત્ર ગુજરાતની પાંચમી રામસર સાઈટ બની છે.

→ છારી ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંરક્ષિત ક્ષેત્ર ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા જળપ્લાવિત ક્ષાર ભૂમિ એટલે કે કચ્છના રણ અને બન્ની શષ્ક ઘાસના મેદાનના કિનારે આવેલું છે.

→ હાલમાં તે કાયદેસર સંરક્ષિત કે આરક્ષિત જંગલ હેઠળ સુરક્ષિત ક્ષેત્ર છે.

→ છારીનો અર્થ ક્ષાર થાય છે અને ઢંઢ એટલે છીછરું જળપ્લાવિત ક્ષેત્ર થાય છે.

→ નાના છીછરા ખાબોચિયા માટે સિંધી ભાષામાં ઢંઢ એવો શબ્દ છે.

→ તે એક મોસમી જળપ્લાવિત રણ છે અને માત્ર ચોમાસામાં ઉત્તર વહેતા નદી નાળા અને આસપાસની ટેકરીઓના વિશાળ જળગ્રાહી ક્ષેત્રના પાણી દ્વારે કાદવયુક્ત બને છે.

→ આ ક્ષેત્ર ૮૦ ચો. કિ. મી વિસ્તારમાં ફેલાયેલું છે.

વર્ષ 2008મા તેને ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું.

→ છારી ઢંઢ ખાતે પક્ષીઓની 250થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે.

→ શિયાળા દરમિયાન અહીં સાઈબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના 25,000 થી 40,000 જેટલા કોમન ક્રેન (કંજ), મળતાવડી ટીટોડી અને ચોટીલી પણ સ્થળાંતર કરીને આવે છે. આ ઉપરાંત રણ લોમડી, હેણોતરો, રણ બિલાડી, વરુ વગેરેનું આશ્રય સ્થાન છે.

→ બન્ની ઘાસના મેદાન આરક્ષિત ક્ષેત્ર સાથે અહીં "રામસર સંમેલન ક્ષેત્ર - આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું જળપ્લાવિત ક્ષેત્ર" પણ પ્રસ્તાવિત છે.

→ ૩ ફેબ્રુઆરી ૨૦૨૬ ના દિવસે આ છારી-ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંવર્ધન ક્ષેત્રને રામસર સાઈટનો દરજ્જો જાહેર કરવામાં આવ્યો છે.


→ Facebbok Page Click


Post a Comment

0 Comments