રાષ્ટ્રીય ગણિત દિવસ | National Mathamatics Day

રાષ્ટ્રીય ગણિત દિવસ
રાષ્ટ્રીય ગણિત દિવસ

→ ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બર ‘રાષ્ટ્રીય ગણિત દિવસ' તરીકે ઉજવાય છે.

→ ભારતના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી શ્રી એસ. રામાનુજનની યાદમાં તેમનો જન્મદિન ભારતમાં ‘રાષ્ટ્રીય ગણિત દિવસ” તરીકે ઉજવાય છે.

→ શ્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર, 1887ના રોજ તમિલનાડુના ઈરોડ ખાતે થયો હતો.

→ શ્રી એસ. રામાનુજનની 125મી જન્મજયંતિ નિમિત્તે વર્ષ 2012માં ભારતના તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહન સિંહે આ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી.

→ આ અંતર્ગત વર્ષ 2012થી ભારતમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

નોંધ:

→ આ ઉપરાંત ડો. મનમોહન સિંહે કરેલી જાહેરાત અનુસાર વર્ષ 2012ને ભારતમાં ‘રાષ્ટ્રીય ગણિત વર્ષ’ તરીકે પણ ઉજવણી કરવામાં આવી હતી.

→ 1729 એ હાર્ડી રામાનુજન નંબર છે. જ્યારે હાર્ડીએ હોસ્પિટલમાં શ્રી રામાનુજનની મુલાકાત લીધી ત્યારે શ્રી રામાનુજને હાર્ડીને કહયું કે 1729 એ સૌથી નાની સંખ્યા છે. જેને બે અલગ અલગ રીતે બે ક્યુબ તરીકે વ્યક્ત કરી શકાય છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments