→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' (World Suicide Prevention Day) ઉજવવામાં આવે છે.
→ થીમ - 2025 : Changing the Narrative on Suicide
→ ઉદ્દેશ્ય : આત્મહત્યાની પ્રવૃત્તિ રોકવા માટે તથા તે અંગે લોકોમાં જાગૃતિ છે.
→ સૌપ્રથમ 10 સપ્ટેમ્બર, 2003ના રોજ ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સ્યૂસાઇડ પ્રિવેન્શન (IASP)એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (WFMH)ની સાથે મળીને પ્રથમ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસનું આયોજન કર્યુ હતું.
→ અંદાજે વિશ્વભરમાં લગભગ દર વર્ષે 8 લાખ લોકો આત્મહત્યાથી મૃત્યુ પામે છે. એટલે કે પ્રત્યેક સેકન્ડે એક વ્યકિત આત્મહત્યા કરે છે.
→ સૌપ્રથમ વર્ષ 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વર્લ્ડ સ્યૂસાઇડ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો.
→ ભારતમાં IPC ની કલમ 309 અનુસાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવો એ ગુનો બને છે. પરંતુ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 5 ન્યાયાધીશોની ખંડપીઠે 9 માર્ચ, 2018ના રોજ કોમન કોઝ નામની NGO સંસ્થાએ કરેલી અપીલનો સીમારૂપ ચૂકાદો આપતા જણાવ્યું કે, અનુચ્છેદ 21 અંતર્ગત ગરિમાપૂર્ણ જીવવાના અધિકારની સાથે સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ (Passive Euthanasia) ને મંજૂરી આપી છે.
→ આથી 16 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ પોતાનું લિવિંગ વિલ (વસિયતનામું) લખીને ગંભીર એન અસાધ્ય રોગથી પીડાતી હોય તો તે ઈચ્છામૃત્યુની માંગ કરી શકે છે.
0 Comments