વિશ્વ ઇલેક્ટ્રિક વ્હીકલ (world electric vehicle day)
વિશ્વ ઇલેક્ટ્રિક વ્હીકલ (world electric vehicle day)
→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઇલેક્ટ્રિક વ્હિકલ (world electric vehicle day) દિવસ ઉજવવામાં આવે છે.
→ ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગથી થતો લાભ અને તેની વર્તમાન અને ભવિષ્યમાં જરૂરિયાત અંગે વિશ્વ સમુદાયમાં જાગૃતિ લાવવાનો તેનો ઉદ્દેશ્ય છે.
→ મીડિયા કંપની ગ્રીન ટીવી દ્વારા વર્ષ 2020થી વિશ્વ ઇલેક્ટ્રિક વ્હિકલ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી.
→ આ દિવસે ઇલેક્ટ્રીક વાહનો પ્રત્યે લોકોમાં જાગૃતતા વધે તે માટે વિવિધ આયોજન કરવામાં આવે છે.
→ ઇલેક્ટ્રિક વાહન ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત હોય છે. જેના ઉપયોગ દ્વારા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણનો વધતો વિનાશ સામે વર્તમાન અને ભવિષ્યમાં ઉપયોગી નીવડે તેમ છે.
→ વર્ષ 2010થી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે પ્રોત્સાહન આપવાનું શરૂ થયું હતું.
→ ભારત દ્વારા વર્ષ 2030 સુધીમાં 500 GW બિન પરંપરાગત ઊર્જા ક્ષમતા હેતુ પ્રતિબદ્ધ છે.
→ ગુજરાત સરકાર દ્વારા ગો ગ્રીન યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર 30% રકમ અથવા રૂ. 30,000 પૈકી જે ઓછું હશે તે રકમ સહાય સબસિડી પેટે ચૂકવવામાં આવે છે.
→ વિશ્વમાં સૌથી મોટું ઇલેક્ટ્રિક વ્હિકલ બજાર ચીન છે.
0 Comments