'રાષ્ટ્રીય વન શહીદ દિવસ (National Forest Martyrs Day)'
→ સમગ્ર ભારતમાં જંગલો અને વન્યજીવોના રક્ષણ માટે શહીદ થનાર વ્યક્તિના માનમાં અને વર્ષ 1730ના રોજ રાજસ્થાન ખાતે ખેજર્લી હત્યાકાંડની સ્મૃતિમાં 'રાષ્ટ્રીય વન શહીદ (National Forest Martyrs Day) ઉજવણી કરવામાં આવે છે.
→ વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ દરમિયાન શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક,વનપાલ,પરિક્ષેત્રવન અધિકારીઓના માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે.
→ વર્ષ 2013થી પર્યાવરણ વન અને આબોહવા મંત્રાલય દ્વારા દર વર્ષે 11 સપ્ટેમ્બરને “રાષ્ટ્રીય વન શહીદ દિવસ" (National Forest Martyrs Day) તરીકે જાહેર ઊજવવાની જાહેરાત કરી હતી.
વનપાલ સ્મારક
→ વર્ષ 2023માં વનચેતના કેન્દ્ર સેક્ટર-30 ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રથમ 'વનપાલ સ્મારક'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
→ "વનપાલ સ્મારક” એ વન અને વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે પોતાનું જીવન અર્પણ કરનાર વન શહીદોના માનમાં તૈયાર કરવામાં આવ્યું છે.
→ ભારતમાં પર્યાવરણ બચાવવા માટે ચીપકો આંદોલન, ખેજરી આંદોલન, અપ્પિકો આંદોલન, સાયલન્ટ વેલી આંદોલન વગેરે આંદોલન થયા હતા.
→ જંગલો અને વન્યજીવોના રક્ષણ માટે પોતાનું જીવન બલિદાન આપનારા વનકર્મીઓના યાદમાં ફોરેસ્ટ મેમોરિયલ દહેરાદૂન ખાતે આવેલું છે.
0 Comments