વિશ્વ શ્રવણ દિવસ | World Hearing Day

વિશ્વ શ્રવણ દિવસ
વિશ્વ શ્રવણ દિવસ

→ દર વર્ષે 3 માર્ચના રોજ 'વિશ્વ શ્રવણ દિવસ'નું આયોજન કરવામાં આવે છે.

→ થીમ -2025 : Changing mindsets: Empower yourself to make ear and hearing care a reality for all!

→ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા 3 માર્ચ, 2007માં સૌપ્રથમવાર વિશ્વ શ્રવણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

→ અગાઉ આ દિવસ 'આંતરરાષ્ટ્રીય કાન સંભાળ દિવસ' તરીકે ઓળખાતો હતો.

→ બાદમાં વર્ષ 2016માં તેનું નામ બદલીને 'વિશ્વ શ્રવણ દિવસ' કરવામાં આવ્યું.

→ ઉદ્દેશ્ય: સમગ્ર વિશ્વમાં બહેરાશ અને શ્રવણ ક્ષતિને કેવી રીતે અટકાવવી તથા કાન અને શ્રવણની સંભાળને કેવી રીતે પ્રોત્સાહિત કરવી તે અંગે જાગૃતિ લાવવાનો છે.

→ બહેરાશ માટે મુખ્ય રીતે આનુવંશિક કારણ જવાબદાર છે.

→ કાન અને સાંભળવા સંબંધિત સમસ્યાઓ આજના સામાન્ય સમસ્યાઓ પૈકી એક છે. આમાંથી 60% ની સમસ્યા પ્રાથમિક સ્તરે ઓળખી શકાય છે.

→ આ વર્ષે WHO 'પ્રાથમિક કાન અને શ્રવણ સંભાળ તાલીમ માર્ગદર્શિકા' લોન્ચ કરશે.

→ કાનની સંભાળ માટે ચેપની વહેલી તપાસ કરાવવી: અપ્રશિક્ષિત અથવા અજાણ લોકો પાસે કાન સાફ કરાવવાનું ટાળવું; ટીવી, રેડિયો, ઇયરફોન મોટા અવાજે સંભાળવા નહીં; કાનમાં ગંદુ પાણી ન પ્રવેશે તેની કાળજી રાખવી તથા તીક્ષ્ણ વસ્તુઓ વડે કાન સાફ ન કરવા વગેરે જેઈ કાળજી રાખવી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments