Ad Code

વેણીભાઇ પુરોહિત | Venibhai Purohit

વેણીભાઇ પુરોહિત
વેણીભાઇ પુરોહિત

→ જન્મ : 1 ફેબ્રુઆરી, 1916 (જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા)

→ પૂરું નામ : વેણીભાઇ જમનાદાસ પુરોહિત

→ મૂળ નામ : મૂળશંકર

→ ઉપનામ : બંદો બદામી (ઉમાશંકર જોશી દ્વારા), સંત ખુરશીદાસ, અખા ભગત

→ અવસાન : 3 જાન્યુઆરી, 1980 (મુંબઇ)


→ પુરાણો દીવડો નામથી તેમનું પ્રથમ કાવ્ય પ્રકાશિત થયું હતું.

→ તેઓ મુંબઇના જન્મભૂમિ દૈનિકમાં અખા ભગત ઉપનામથી ગોફન ગીતા નામની ઉપ કટાર લખતા હતાં.

→ તેમણે પન્નાલાલ પટેલની નવલકથા પરથી બનેલ ગુજરાતની સામાજિક નાટયાત્મક ફિલ્મ કંકુના તમામ ગીતો લખ્યા છે.

→ તેમણે વર્ષ 1932થી 1942 દરમિયાન પ્રભાત દૈનિક, ભારતી સાહિત્યસંઘ અને સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યું હતું. આ ઉપરાંત પ્રજાબંધુ અને ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કામ કર્યું હતું.


સાહિત્ય સર્જન

→ વાર્તાસંગ્રહ : અત્તરના દીવા, વાંસનું વન, સેતુ, વાર્તાવૈભવ

→ કાવ્ય : કાવ્ય પ્રયાગ (કાવ્યાસ્વાદ), સિંજારવ, ગુલઝારે શાયરી (ગઝલસંગ્રહ), દીપ્તિ,આચમન

→ ભજનઃ નયણાં, અમલકટોરી, હેલી, વિસામો (ઊર્મિકાવ્ય), સુખડ અને બાવળ

→ આસ્વાદલેખ : અઘરો દિવસ (દયારામ)

→ ગીતસંગ્રહ: નાનકડી નારનો મેળો, ઝરમર, અમારા મનમાં, પરોઢિયાની પદમણી


પંક્તિઓ

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી,
તારા રૂપની પૂનમનો પાગલ એકલો......

જીંદગીની દડમજલ થોડી અધરી રાખવી,
ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી

આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો આ
તરફ બેઉ બોજા ખેંચતા કાવડ બની ગઇ જિંદગી

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments