Ad Code

શંભુનાથ ડે | Sambhu Nath De

શંભુનાથ ડે
શંભુનાથ ડે

→ જન્મ : 1 ફેબ્રુઆરી, 1915 (હુગલી,પશ્ચિમ બંગાળ)

→ અવસાન : 15 એપ્રિલ, 1985

→ કોલેરાના ટોક્સિનનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક શંભુનાથ ડે


→ વર્ષ 1939માં કલકત્તા મેડિકલ કોલેજમાંથી ટ્રોપિકલ મેડિસીનમાં ડિપ્લોમા પૂર્ણ કર્યું ત્યારબાદ વર્ષ 1942માં તેમણે સ્નાતકની ડિગ્રી મેળવી અને લંડનમાં પેથોલોજી વિષયમાં Ph.Dની ડિગ્રી મેળવી.


મેડિસીન ક્ષેત્રે યોગદાન

→ તેમને વર્ષ 1955માં કલકત્તા મેડિકલ કોલેજમાં પેથોલોજી અને બેક્ટેરિયા વિભાગના વડા બનાવવામાં આવ્યા હતા.

→ વર્ષ 1950-60 દરમિયાન કલકત્તામાં તેમના મુખ્ય કાર્યોએ વી.કોલેરા અને એસ્ચેરીચિયા કોલી સહિતના બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત આંતરડાના ઝેરને લગતી ઘણી સમસ્યાઓનો નિરાકરણ કર્યું.

→ વર્ષ 1959માં તેમણે સૌપ્રથમ દર્શાવ્યું હતું કે કોલેરા જીવાણુ શરીરમાં ટોકિસન ઉત્પન્ન કરે છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં 'એક્સોટોક્સિન' નામથી ઓળખવામાં આવે છે. આ ઝેરના પ્રભાવથી શરીરમાં પ્રવાહી(પાણી)ની ઉણપથી લોહી ઘટ્ટ બને છે. અને છેવટે દર્દીનું મૃત્યુ નીપજે છે. આ અભ્યાસ બાદ ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન (ORS)નું નિર્માણ થયું હતું.

→ તેમની શોધ પરથી સંશોધકોને રસી શોધવા માટે રીડાયરેકટ કરવામાં આવ્યું છે જે બેક્ટેરિયાના બદલે ખાસ કરીને એન્ટોટોક્સિન સામે લડવા માટે રોગપ્રતિકારક શકિતને વધારે છે.

→ તેમને નોબલ પરિતોષિક માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

→ આ મહાન વૈજ્ઞાનિકનું 70 વર્ષની વયે 1985માં અવસાન થયું હતું.

→ નોંધ : વર્ષ 1884માં રોબેકોએ કોલેરાના જીવાણુની શોધ કરી હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments