Ad Code

ભારતીય તટરક્ષક દળ દિવસ | Indian Coast Guard Day

ભારતીય તટરક્ષક દળ દિવસ
ભારતીય તટરક્ષક દળ દિવસ

→ ભારતમાં દર વર્ષે 1ફેબ્રુઆરીના રોજ ‘ભારતીય તટરક્ષક દળ’ (ICG) દિવસ મનાવવામાં આવે છે.

→ ભારતીય તટરક્ષક દળની સ્થાપના 01 ફેબ્રુઆરી, 1977ના રોજ કરવામાં આવી હતી.

→ જ્યારે ઈન્ડિયન કોસ્ટગાર્ડ એકટ અંતર્ગત તેમના કાર્યો અને ફરજોને 18 ઓગસ્ટ, 1978ના રોજ સંસદ દ્વારા માન્યતા આપવામાં આવી હતી.

→ ભારતીય તટરક્ષક દળનું મુખ્ય કાર્ય સમુદ્ર કિનારાઓની સુરક્ષા કરવાનો છે. જેમાં કિનારાના સજીવો અને સંસાધનોની સુરક્ષા, દાણયોરી અને માદક દ્રવ્યોની હેરફેર અટકાવાનો તેમજ યુદ્ધ દરમિયાન નૌકાદળને મદદરૂપ થવાનો છે.

→ ભારતીય તટરક્ષક દળ દેશની વિશાળ દરિયાઇ સુરક્ષાની કામગીરી સંભાળે છે.

→ ભારતીય તટરક્ષા દળ વિશ્વનું ચોથુ સૌથી મોટું તટરક્ષક દળ છે. તેની સ્થાપના 'રૂસ્તમજી સમિતિ’ (31 જુલાઈ, 1975)ની ભલામણ પર કરવામાં આવી હતી.

→ તેનું મુખ્યાલય નવી દિલ્હી સ્થિત છે. જે ભારત સરકારના ‘સંરક્ષણ મંત્રાલય’ હેઠળ કાર્ય કરે છે.

→ ગુજરાતમાં તેનું મથક ગાંધીનગર ખાતે આવેલું છે.

→ તટરક્ષક દળની શરૂઆત 7 સ્ટેશન સાથે થઈ હતી. આજે જમીન સ્થિત 200 સ્ટેશન. 158 જહાજો તેમજ 70 વિમાન છે.

→ ICGના ગુજરાતમાં પીપાવાવ, જખૌ, વેરાવળ, વાડિનાર, ઓખા અને પોરબંદર સ્ટેશનો આવેલા છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments