→ રોગન ચિત્રકળા, ભારતના ગુજરાતના કચ્છ જિલ્લામાં પ્રચલિત કાપડ પર ચિત્રકારીની એક કળા છે. આ હસ્તકલામાં, બાફેલા તેલ અને વનસ્પતિજન્ય રંગોમાંથી બનેલા રંગો, ધાતુના બીબાં (પ્રિન્ટિંગ માટેના) અને સ્ટાઇલસ્ (ચિત્રકળાનું એક ઓજાર) નો ઉપયોગ કરીને કાપડ પર ચિત્રકારી કરવામાં આવે છે.
→ રોગન શબ્દનો અર્થ પર્શિયનમાં "તેલ" છે.
→ પર્સિયામાં મૂળ ધરાવતી આ ચિત્રકલા લગભગ 300 વર્ષ પહેલાં કચ્છ આવી.
→ આ દુર્લભ હસ્તકલાનો હાલમાં એક મુસ્લિમ પરિવાર ગુજરાતના કચ્છના નિરોણા ગામના ખત્રીઓ દ્વારા કરવામાં આવે છે.
→ રોગન ટેક્સટાઇલ પેઇન્ટિંગનો એક પ્રકાર છે. જે એરંડા તેલ અને કુદરતી રંગોથી બનેલા સમૃદ્ધ, તેજસ્વી રંગીન પેઇન્ટનો ઉપયોગ કરે છે.
→ આ રંગોને કાપડ પર દોરવામાં અથવા છાપવામાં આવે છે તે સામાન્ય રીતે ઘેરા રંગ હોય છે, જે તીવ્ર રંગો હોવાથી ઉઠાવ આપે છે.
→ એરંડા ગુજરાતના કચ્છ વિસ્તારમાં સામાન્ય રીતે ઉગાડવામાં આવેલો પાક છે અને કલાકારો તેને સ્થાનિક ખેડુતો પાસેથી પ્રાપ્ત કરે છે.
→ જટિલ ભૌમિતિક ફૂલો, મોર, જીવનનું ઝાડ, વગેરે - કચ્છ પ્રદેશના ઇતિહાસ અને લોક સંસ્કૃતિથી આધારિત ચિત્રો.
→ એરંડાની પેસ્ટને કુદરતી રંગો સાથે મિશ્રિત કરવામાં આવે છે અને પછી તેને કલમમાં નાખવામાં આવે છે.
→ પરંતુ આ ધાતુની લાકડી ક્યારે પણ કાપડના સંપર્કમાં આવતી નથી.
→ પછી કારીગરો કાળજીપૂર્વક કાપડ પર ચિત્રાત્મક વળાંક આપતા આકૃત્તિનું નિર્માણ કરે છે.
→ ત્યારબાર કાપડને વાળતા તેની છાપ જેવું ચિત્ર ઉપસ્થિત થાય છે.
→ અંતે રોગન ચિત્ર પૂર્ણ કરીને તેની બારીક બાબતો ઉમેરવામાં આવે છે.
→ રોગની પેઇન્ટિંગની ‘ટ્રી ઓફ લાઇફ' ડિઝાઇન સૌથી પ્રખ્યાત ડિઝાઇન છે.
→ જાપાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન Fumio Kishidaને કચ્છના રોગાન આર્ટની કૃતિ ભેટ સ્વરૂપે આપ્યું હતું. જાપાનના વડાપ્રધાનને ભેટમાં આપવામાં આવેલ રોગાન આર્ટની કૃતિ કચ્છના નીરોણાના રોગાન આર્ટિસ્ટ મોહમદ રીઝવાન ખત્રી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
→ રોગાન આર્ટની આમ તો રોગાનની કૃતિઓ અગાઉ માત્ર કોટન (સૂતરાઉ) કાપડ પર જ સીમિત હતી, પરંતુ હવે રેશમ પર પણ રોગાન કલાના રંગો કામણ પાથરતાં ખાસ કરીને રેશ્મી રંગબેરંગી સાડીઓ, કુર્તા, દુપટ્ટા, બ્લાઉઝ, ચણિયાચોળી, હાથ રૂમાલ જેવા નારી વસ્ત્રોને કલાથી સુસજ્જ થઇ રહ્યા છે. તો વળી પુરુષોના વસ્ત્રો પર પણ રોગાનના રંગોથી રંગતા પહેલ કરી છે. હાલ ફેશન યુગમાં જીન્સ પેન્ટનો વહીવટ ખૂબ જ વધ્યો છે, ત્યારે જીન્સ પેન્ટના બંને ઘૂંટણ ઉપરના ભાગ પર રોગાન કલાના ખાસ ઝુમખાએ ભારે આકર્ષણ જમાવ્યું છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇