પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ
પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ
→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ ‘પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
→ આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ પરમાણુ શસ્ત્રોની મહાવિનાશક અને ભયાવહ અસરથી માનવજાતિને બચાવવાનો છે.
→ આથી, આ દિવસની ઉજવણી અંતર્ગત સમગ્ર વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટે જાગૃતિ કેળવવામાં આવે છે.
→ સમગ્ર વિશ્વમાંથી પરમાણુ શસ્ત્રોની નાબૂદી માટે 26 સપ્ટેમ્બર, 2013ના રોજ અમેરિકાના ન્યુયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્લીની હાઈ લેવલની મીટિંગનું આયોજન થયું હતું.
→ આથી, આ મીટિંગની સ્મૃતિમાં દર વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ આ અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસમ્બલી દ્વારા ડિસેમ્બર 2013 દરમિયાન આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી.
→ આ મંજૂરી બાદ વર્ષ 2014થી આ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો હતો.
0 Comments