→ વર્ષ 2013માં વાપી તાલુકો પારડી તાલુકામાંથી બનાવવામાં આવ્યો.
→ વાપીમાં ઔદ્યોગિક વસાહત (ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશીપ) આવેલી છે તથા ગુજરાતનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર ગણાય છે.
→ વાપી તાલુકાના દક્ષિણ ભાગમાંથી દમણ ગંગા નદી પસાર થાય છે. ઔધોગિક વસાહતના રાસાયણિક પ્રદૂષણના કારણે આ નદીનો રંગ બદલાઈ જતા તે ગુલાબી નદી તરીકે ઓળખાય છે.
→ વાપીમાં એશિયાનો સૌથી મોટો કોમન એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)આવેલો છે. આ પ્લાન્ટની માલિકી વાપી વેસ્ટ એન્ડ એકલુઅન્ટ મેનેજમેન્ટ કંપની ધરાવે છે. તેનું સંચાલન વાપી ઈન્ડસ્ટ્રિયલ એસોસિયેશન (VIA) કરે છે.
→ વાપીના પારિયા ખાતે એગ્રિકલ્ચરલ એકસપરિમેન્ટલ સ્ટેશન, NAU આવેલું છે.
→ વાપી તાલુકાના કુંતા ગામે કુંતા નદીને કિનારે કુંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ કુંતેશ્વર ધામ વિશે કવિ નર્મદે પોતાની કવિતા 'જય જય ગરવી ગુજરાત' માં ઉચ્ચાર કર્યો છે.
→
ઉત્તરમાં અંબામાત, પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથને દ્વારકેશ એ પશ્ચિમ પશ્ચિમ કેરા કેરા દેવ'
0 Comments
Any suggestions, Please comment Below 👇