Pardi | પારડી


પારડી

→ પારડી તાલુકાનું વાસ્તવિક નામ કિલ્લાપારડી છે.

→ લોકવાયકા મુજબ વિશ્વામિત્ર ઋષિએ નદી પાર કરવા પારનેરાના ડુંગર પર મહાકાળી માતાની સાધના કરી હતી. આમ, માતાજીની કૃપાથી નદી પાર કરી હોવાથી આ નદીનું નામ 'પાર' તથા તેના કિનારે વસેલા નગરનું નામ 'પારડી' પડયું હતું.

→ પોર્ટુગીઝ શાસન દરમિયાન પારડી એક મહત્વનું લશ્કરી થાણું રહ્યું હતું.

→ કોલક નદીના કિનારે આવેલ પારસીઓના પાત્રાધામ ઉદવાડામાં પારસીઓએ ઈરાનથી લાવેલા અગ્નિ (આતશ બેહરામ)ને આજ સુધી પ્રજવલિત રાખી છે. તેથી જ ઉદવાડાને "પારસીઓના કાશી' તરીકે ઓળખવામાં આવે છે.

→ સમગ્ર ભારતમાં કુલ 8 આતશ ભેહરામ આવેલા છે જેમાં 4 મુંબઈમાં, 2 સુરતમાં, 1 ઉદવાડામાં અને 1 નવસારીમાં આવેલા છે.

→ કોલક નદીમાં મોતી આપતી કાલુ માછલી મળી આવે છે.



Post a Comment

0 Comments