→ વલસાડ તાલુકામાં રેલવે સુરક્ષા દળ (RPF)નું મુખ્યમથક તથા તાલીમ કેન્દ્ર આવેલું છે.
→ વલસાડ તાલુકાના ધમડાચીમાં વૈષ્ણોદેવીનું ભવ્ય મંદિર આવેલું છે. ઉપરાંત, ભગોદ ખાતે અગસ્ત્ય વૃક્ષ મંદિર આવેલું છે.
→ વલસાડ તાલુકાના પારનેરા ડુંગરમાં શિવાજીના આરાધ્ય દેવી ભવાની માતાનું મંદિર આવેલું છે. આ સ્થળે 16મી સદીમાં બનેલો શિવાજીનો કિલ્લો આવેલો છે.
→ સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનું જન્મ સ્થળ ભદેલી વલસાડ તાલુકામાં આવેલું છે. ઉપરાંત, ભદેલીમાં હિંગળાજ માતાનું મંદિર તથા વેકરિયા હનુમાનજીનું મંદિર આવેલું છે.
→ વલસાડ તાલુકામાં ગુજરાતનું એક માત્ર સૂતેલા શિવલિંગ ધરાવતું પ્રખ્યાત તાડકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.
→ ધરમપુર-વલસાડ રોડ ઉપર વાંકલની નજીક ફલધરા ગામ ખાતે જલારામ મંદિર આવેલું છે તથા ભૂતસર ગામે મહાલક્ષ્મી માતાનું મંદિર આવેલું છે જ્યાં ચૈત્રી પૂનમે મેળો ભરાય છે.
→ વલસાડ ખાતે આવેલા શારદા મઠમાં ઠાકોર રામકૃષ્ણ અને માઁ શારદામણીની હાજરી અનુભવાય છે.
→ વલસાડ તાલુકામાં વાંકી નદીના કિનારે આવેલો તીથલનો દરિયા કિનારો હવાખાવાના રમણીય અને પ્રવાસન સ્થળ તરીકે જાણીતો છે. અહીં સાંઈબાબાનું મંદિર, જૈન મુનિઓ બંધુ ત્રિપુટીજીનું (મુનિચંદ્રવિજયજી, કીર્તિચંદ્રવિજયજી અને જિનચંદ્ર વિજયજી) સાધના કેન્દ્ર-શાંતિનિકેતન સંકુલ, સ્વામિનારાયણ મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.
0 Comments