Ad Code

Responsive Advertisement

Umargam | ઉમરગામ

ઉમરગામ
ઉમરગામ

→ ઈરાનથી આવેલા પારસીઓ ઉમરગામના સંજાણ ગામે ઉતર્યાં પારસીઓ હતા આથી સંજાણને 'પારસીઓનું ગેટ વે ઓફ ઇન્ડિયા' કહેવામાં આવે છે.

→ વિધાનસભાની 182 નંબરની અંતિમ બેઠક ઉમરગામ ખાતે આવેલી છે.

→ ઉમરગામ તાલુકામાં આવેલું નારગોલ 'વિદ્યાધામ' તરીકે જાણીતું છે. આ સ્થળને 'ગુજરાતના પંચગીની' (પંચગીની હિલ સ્ટેશન મહારાષ્ટ્રમાં આવેલું છે) તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળે અરવિંદ આશ્રમ પ્રેરિત શાળા આવેલી છે.

→ આ ઉપરાંત, નારગોલનો દરિયા કિનારો પણ જોવાલાયક છે. ગુજરાત સરકાર દ્વારા આ દરિયાકિનારાને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવા માટે મંજૂરી અપાઈ છે.

→ તે ઉપરાંત નારગોલ ગામ ખાતે દુનિયાનું સૌથી મોટું અને દરિયા કિનારાને અડીને સર્વપ્રથમ મિયાવાકી પદ્ધતિ ધરાવતું વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં 1,20,000 વૃક્ષોનું વાવેતર કરાયું છે.

→ દરિયાકિનારે વસેલું ઉમરગામ ફિલ્મ ઉદ્યોગ માટે જાણીતું કેન્દ્ર છે. અહીં 'વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો' આવેલો છે. આ સ્થળે રામાનંદ સાગર દ્વારા રામાયણ ટી.વી. સિરિવલનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

→ આ ઉપરાંત, ભિલાડ પાસે સીમંધર સ્વામી જૈન મંદિર આવ્યું છે.



Post a Comment

0 Comments