Ad Code

Responsive Advertisement

વિશ્વ પાર્કિન્સન દિવસ World Parkins Day

વિશ્વ પાર્કિન્સન દિવસ
વિશ્વ પાર્કિન્સન દિવસ

→ દર વર્ષે 11 એપ્રિલના રોજ વિશ્વ પાર્કિસન્સ દિવસનું આયોજન કરવામાં આવે છે.

→ દર વર્ષે પાર્કિન્સન્સ ફ્રાઉન્ડેશન દ્વારા એપ્રિલ મહિનાને પાર્કિન્સન્સ તરીકે ઉજવવામાં આવે છે

→ ફ્રાંસના ન્યૂરોલોજીસ્ટ જીન માર્ટિન ચારકોટે ડો. પાર્કિંસન દ્વારા શોધિત આ રોગ પર વધારે સંશોધન કર્યું. વર્ષ 1870માં માર્ટિન ચારકોટે ડો.પાર્કિંસનના સન્માનમાં આ રોગને પાર્કિંસન નામ આપ્યું અને સમગ્ર વિશ્વમાં આ રોગ પાર્કિન્સન નામે પ્રચલિત બન્યો. માનવામાં આવે છે કે, વિશ્વમાં સૌપ્રથમ વખત પાર્કિન્સન ડે વર્ષ 1997માં યુરોપિયન પાર્કિસન્સ ડીસીઝ એસોસિયેશન (હવે પાર્કિન્સન્સ યુરોપ) દ્વારા મનાવવામાં આવ્યો હતો. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ આ રોગથી પીડાતા લોકોમાં સંવેદના, સક્ષમતા અને જાગૃકતા લાવવાનો છે.

→ આ રોગની સૌપ્રથમ વખત માહિતી વર્ષ 1817માં ઇંગ્લેન્ડના તબીબ જેમ્સ પાર્કિન્સન દ્વારા તેમના નિબંધ An Essay on the Shaking Palsyમાં આપવામાં આવી હતી. તેથી તેમના જન્મદિવસ 11 એપ્રિલના રોજ દર વર્ષે વિશ્વ પાર્કિન્સન દિવસ યોજવામાં આવે છે.

→ પાર્કિન્સન મનુષ્યનાં મગજને લગતો રોગ (ડિજનરેટિવ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે.

→ આ રોગમાં મધ્યમગજમાં સબસ્ટેન્સિયા નાઈગ્રા નામના એરિયામાં ડોપામાઇન નામના હોર્મોનની ઉણપ સર્જાવાથી આ રોગ થાય છે.

→ આ રોગ મોટા ભાગે 50 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે.

→ આ રોગના લક્ષણો મુખ્યત્વે હલનચલન (motor)ને લગતા અને નોન-મોટરને લગતા એમ બે પ્રકારે જોવા મળે છે.

→ હલનચલન (motor)ને લગતા લક્ષણોમાં ધ્રુજારી, સ્નાયુમાં જકડન, હલન ચલણ ધીમી થવી, સમતોલનમાં તકલીફ થવીનો સમાવેશ થાય છે. જ્યારે નોન-મોટર લક્ષણોમાં કબજિયાત, વિચાર શક્તિ અને મૂડમાં ફેરફાર થવો, સેક્સુઅલ પ્રોબ્લેમ્સ, દુખાવો, ઊંઘમાં તકલીફ થવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

→ આ ઉપરાંત દર્દીઓ માનસિક મૂંઝવણ અનુભવતા હોય છે તેમજ ડિપ્રેશન, તણાવ, ભ્રમ વગેરેના કારણે રોગ સામે લડી શકતા નથી. રોગના આ સ્ટેજ પછી દર્દીઓમાં હું સક્રિયતાપણું પણ ઓછું થઈ જાય છે. દર્દીઓ એકલતા અનુભવે છે.

→ આ રોગનો કોઈ ચોક્કસ ઇલાજ પણ નથી. પરંતુ ફિઝિયોથેરાપી, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, આહાર અને પોષણ, યોગ શૈક્ષણિક અને જ્ઞાનાત્મક તાલીમ કલા અને નૃત્ય થેરાપી વગેરે જેવી થેરાપી સેશનથી દર્દીના જીવનમાં સુધારો આવી શકે છે.



Post a Comment

0 Comments