→ વર્લ્ડ હેરિટેજ ડે ને વિશ્વ ધરોહર દિવસ પણ કહેવામાં આવે છે.
→ વિશ્વમાં દર વર્ષે 18 એપ્રિલને વિશ્વ વિરાસત દિવસ (World Heritage Day) તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને International Day for Monuments and Sites તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના સંરક્ષણ અંગે લોકજાગૃતિ લાવવાનો છે.
→ વિશ્વમાં સૌપ્રથમ વખત વર્ષ 1982માં ICOMOS (Internationa Council on Monuments and Sites) સંસ્થા દ્વારા ટયૂનિશિયામાં 18 એપ્રિલને વિશ્વ વિરાસત દિવસ (World Heritage Day) તરીકે ઊજવવામાં આવ્યો હતો.
→ ત્યારબાદ સંયુકત રાષ્ટ્ર(UN)ની સહસંસ્થા યુનેસ્કો (United Nations Educational, Scientific and Cultural Organization ) દ્વારા વર્ષ 1983માં તેના 22મા સંમેલનમાં 18 એપ્રિલને વિશ્વ વિરાસત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
→ હેરિટેજ એટલે કોઇ દેશને આગવી ઓળખ આપનાર ઐતિહાસિક કે પ્રાકૃતિક સ્થળોા સંપત્તિ, કે જેને પેઢીગત સંરક્ષિત કરવામાં આવે છે.
→ વર્ષ 1972માં યુનેસ્કો દ્વારા સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોની ઓળખ કરી, તેના સંરક્ષણ અને જાળવણી માટે Convention Concerning the Protection of the World Cultural and Natural Heritageની સંધિ કરવામાં આવી.
→ જે અંતર્ગત વિશ્વના સાંસ્કૃતિકત અને પ્રાકૃતિક મહત્વ ધરાવતા સ્થળો અને સ્મારકોની પસંદગી કરીને તેમને વિશ્વ વિરાસત (વર્લ્ડ હેરીટેજ) યાદીમાં સ્થાન આપવામાં આવે છે.
→ આ સ્થળોને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળો, પ્રાકૃતિક મહત્વ ધરાવતા સ્થળો જાત અને મિશ્રિત વર્ગના સ્થળો એમ ત્રણ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છે.
→ યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવતાં સીમાચિન્હ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટ કહેવામાં આવે છે.
→ 2024 Theme :"Discover and experience diversity".
0 Comments