Ad Code

ધોરણ - 12 પાઠ્યપુસ્તક આધારિત સમાનાર્થી શબ્દો | શબ્દ સમજૂતી ભાગ - 6


ધોરણ - 12 પાઠ્યપુસ્તક આધારિત સમાનાર્થી શબ્દો | શબ્દ સમજૂતી ભાગ - 6




→ સારા દહાડા લઈને : સગર્ભાવસ્થામાં → સબધો : સહી સલામતીવાળો
→ જોખમથી લદાયેલું શરીર : કીમતી ઘરેણાં પહેરેલું શરીર → ગાડીત : ગાડું હાંકનાર
→ હાજિયો પુરાવવો : હા કહેવી → ખીચડીખાઉ : હલકી કોટિનું
→ વૈતરું : મજૂરી → ટપ્યો : અમુક અંતર (અહીં) માણસોને લાવવા લઈ જવાનું કામ
→ ગાડીતું : ગાડીત તરીકેનું કામકાજ → ઘા વેઠવા : સહન કરવું
→ જણસ : વસ્તુ → ઘરેણાં, જણસો... બહુ છે ? : જોખમ વહોરીને પણ ઘરેણાં પહેરી રાખવાનું જરૂરી છે ? – એવો ભાવ
→ દીઠાનું ઝેર : અણગમતી બાબતની જાણકારી હોય તો જ એનું દુઃખ થાય (અહીં) લૂંટારા ઘરેણાં જોશે તો લૂંટ્યા વગર નહીં રહે → અડવી : શણગાર વગરની.
→ વળાવિયો : રસ્તામાં સંભાળ રાખનાર → શાખ : આબરૂ, વિશ્વાસ
→ સાબધાં : સજજ્જ, તૈયાર → પલોટવું : કામકાજમાં જોડીને પાવરધું કરવું
→ ગોરસી : દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ → ચેવીને – કસીને
→ અન્નપૂર્ણા → અન્ન પૂરનારી દેવી, (અહીં) ખેતરો
→ હરિત : લીલું → વિસ્ફારિત : પહોળું, ફાટેલું
→ જીર્ણ : સાવ જૂની → સ્મૃતિસુમન : સ્મરણપુષ્પ
→ તોષ : સંતોષ → કલેડી : તાવડી
→ અચંબો : નવાઈ → ટાંચું : ઓછું
→ ફોકટ : નકામું → પીઢેરિયું : માટીમાંથી બનાવેલું
→ આયખું : જીવતર → આયપત : મૂડી
→ માંચી : ખાટલો → અબળખા : અભિલાષા, અરમાન
→ હાતર : માટે, હાલવવું (અહીં) ખાટલાના પાયા અને ઇસ જોડવા → વલોપાત : ચિંતા
→ વાંસી : ધારિયું → બળાપો : ચિંતા
→ સેન : સૈન્ય, લશ્કર (અહીં) → જવાળા : અગન, અગ્નિ
→ દશ : દિશા → ઢાળાં : ધાડાં
→ ચડી ચોટ : એકદમ, હમણાં જ → ટૌકી જાજો : ટહુકી જજો
→ ભેળાં : સાથે → ઉચાળો સામાન
→ સહેલાણી : આનંદ કરવા નીકળેલું → મદમસ્ત : કેફથી મસ્ત થયેલું
→ માણેક : એક પ્રકારનું લાલ રંગનું રત્ન → સાતસરુ : સાત સેરવાળું
→ લખલખાટ : ઝગમગાટ → મીનાકારી : ભાતવાળું
→ તોતિંગ : મોટા કદનું → મનઃચક્ષુ : મનરૂપી ચક્ષુ
→ તુમુલ : ભયાનક, દારુણ તોફાન → ગફલત : બેદરકારી
→ સાહેદી : સાક્ષી → તેજાના : તજ-લવિંગ મરી વગેરે મસાલા
→ હરકત : વાંધો → લોથ : નિષ્પ્રાણ (અહીં) ખૂબ થાકી ગયેલું
→ વનાંચલ : વનનો ભાગ → ઝંઝા : પવન સાથે પડતો વરસાદ
→ પિયા: પતિ (અહીં) ઈશ્વર → પીતાંબરી પીળું અબોટિયું
→ ટંકશાળ : ચલણી સિક્કા પાડવાનું કારખાનું → આપીકી : પોતાની
→ તોલો : ૧૦ ગ્રામથી સહેજ વધુ → ફરમાન : હુકમ
→ ખરીતો : સરકારી કાગળિયાંનો થેલો, (અહીં) સરકારી કાગળવાળું પરબીડિયું → ધોકા : ધોખો, દગો
→ વાલમાંથી રતી : એક ચણોઠી જેટલું વજન તે રતી, ત્રણ ચણોઠી જેટલું વજન તે વાલ, (અહીં) થોડામાંથી પણ થોડું એ અર્થમાં → સૂબેદાર : સિપાઈઓની નાની ટુકડીનો અમલદાર
→ ઈન્દ્રજાળ વિદ્યા : છેતરપિંડી કરનારી જાદુવિદ્યા → કરસણી……ઉગાડે : ખેડૂત મોલ પકવે
→ સોનામખી : સોનામુખી, એક વનસ્પતિ → ઈશ્વર...ચડ્યો : સંસારરૂપી સાગર તરવા માટે ઈશ્વરરૂપી વહાણ પર ચડવું, એટલે કે ઈશ્વરભક્તિ વહાણ પર ચડવું, એટલે કે ઇશ્વરભક્તિ સ્વીકારવી તે
→ વીડી : ખડનું નાનું બીડ → હીર : તેજ, રેશમ
→ પૂળકા : ઘાસના પૂળા → ભારો : ઉપાડી શકાય એટલા જથ્થામાં બાંધેલાં ઘાસ કે લાકડાંનો જથ્થો
→ ભારડી : ભાર, વજન → મુંજા વાલમજી : નાયિકાનું પતિને કરાયેલું સંબોધન
→ પાલી : અનાજનું એક નાનું માપ → માણું પાલી કરતાં મોટું એક માપ
→ પેટડું : પેટ → રિયાજ : મહાવરો
→ ગજ : ચોવીસ ઇચ જેટલું માપ, સ્થાયી, અંતરા, સંચારી → અભોગ : ગીત ગાવા વિષયક ઢબ કે રીતના માપ
→ ફિરસ્તો : દેવદૂત → સાજ : સાધન અહીં શરણાઈ
→ સરાણિયો : સરાણ પર ધાર કાઢનાર → આભા : પ્રકાશ, દીપ્તિ, કાંતિ, શોભા
→ લકીર : રેખા → નિઃસ્તબ્ધ : સાવ સ્તબ્ધ
→ નિશ્ચેષ્ટ અન્યમનસ્ક : જેનું મન બીજે ઠેકાણે ગયું હોય એવું → ગામોટું : ગામનું ગોરપદું
→ એક સાંધે ત્યાં તેર તૂટવાં : એક મુશ્કેલીમાંથી બચે ત્યાં અનેક મુશ્કેલીઓ આવવી → થીંગડું મારવું : ફાટેલી જગા પર બીજો ટુકડો મૂકીને સીવવું બખિયો : દોરાનો ટાંકો
→ ચિરાયુ : દીર્ઘ આયુષ્યવાળો (અહીં સંજ્ઞાવાચક નામ તરીકે) દમામ ભપકો → દૂઝતાં ઘારાં જેમાંથી : લોહી કે પરુ ટપકતું હોય તેવા ઘાવનાં છિદ્રો
→ વિલાયત : વિદેશ, પરદેશ → ફૂમતું : ગુચ્છ
→ શીળી : ઓચિંતા ઢીમણા થઈ આવતો એક રોગ → ફૂલ ફટાક : નાજુક, તકલાદી અહીં- વ્યવસ્થિત
→ તરજુમો : ભાષાંતર → ટાપટીપ : સુઘડતા, મરામત, ભપકો
→ શિલિંગ : એક અંગ્રેજી સિક્કો, બાર આના જેટલો → કોટડી : ઓરડી
→ ઢબ : રીત, પદ્ધતિ → ગોદી : અંદર પાણી કઢાય ઘલાય એવી સગવડવાળું વહાણો બાંધવાનું અને ઊભા રાખવાનું બંદર, ગોડાઉન, વખાર, ગજાર
→ બુઢ્ઢા: વૃદ્ધ → દુભાષિયો : બે ભાષા જાણનાર, એક ભાષાનો મતલબ (અર્થ) બીજી ભાષામાં કહેનાર, સમજાવનાર
→ દસ્તૂર : રિવાજ ધારો પારસી જાતિના → ગોર : પાટલૂન યુરોપી ઘાટનો ચોરણો
→ તસ્દી : શ્રમ, મહેનત, તકલીફ → પારીસ હાલનું પેરીસ નગર
→ શાણું : સમજદાર → સાહ્યબી : જાહોજલાલી
→ તમા : કાળજી → સંપત : સંપત્તિ
→ હુંપદ : અભિમાન → પડતા પર પાટું / દાઝ્યા ઉપર ડામ (કહેવત): એક પીડા હોય ત્યાં બીજી પીડા ઊભી થવી
→ અર્ધોથિત : અધું ઊભું થયેલું → અર્ધોત્ક : ઊભડક
→ કાન્તિ : તેજ → હાંલ્લી માટીનું પહોળા મોંવાળું રાંધવાનું એક વાસણ
→ પત્રાળું : પાંદડામાંથી બનાવેલી થાળી, પત્રાવળી → મિષ્ટ : મીઠાશવાળું
→ હરકત : વાંધો → સુધ્ધાંત : સહિત
→ આવડ : આવડત → તાપ : (અહીં) દુ:ખ
→ મ્લાન: કરમાયેલું, દુઃખી, ખિન્ન → છત્ર રક્ષણ કરનાર
→ વરતવું : વર્તન કરવું → નિરમળ : નિર્મળ, પવિત્ર
→ વેરાગ : વિરક્તિ, સંસાર પરની આસક્તિનો અભાવ → રાગ : સ્નેહ, પ્રેમ
→ તરણું : ઘાસ → મેલવું : છોડવું, ત્યજવું





Post a Comment

0 Comments