Ad Code

માતા ભવાનીની વાવ | Mata Bhavani Vav (Stepwell) Asarwa


માતા ભવાનીની વાવ

→ સ્થળ : અસારવા,અમદાવાદ

→ અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી 14મી સદીમાં બંધાયેલી વાવ.

→ આ વાવના બાંધકામનો ચોક્કસ સમય નક્કી થઈ શકતો નથી, પરન્તુ તે સલ્તનતકાળમાં તો હશે જ એટલું પ્રતીત થાય છે.

→ તેનું બાંધકામ જોતાં લાગે છે કે આ વાવ અમદાવાદ શહેર વસ્યું તે પહેલાંની હશે.

→ આ વાવને ત્રણ માળ અને એક પ્રવેશદ્વાર છે.

→ તેથી આ વાવ નંદા પ્રકારની ગણાય છે.

‘મિરાતે અહમદી’ ગ્રંથમાં મીરઝા મુહમ્મદ હસન ઉર્ફે અલી મુહમ્મદખાને આ વાવનો ઉલ્લેખ કર્યો છે.

→ આ વાવમાં ગોખમાંની ભવાનીમાતાની મૂર્તિ પ્રાચીન જણાતી નથી.

→ તેની રચના હિંદુ બાંધકામ પદ્ધતિને અનુકૂળ છે.

→ તેના સ્તંભો, મૂર્તિઓ અને ઈમારતનો આગળનો ભાગ (શમિયાનો) નકશીયુક્ત કોતરણીથી ભરેલો છે.

→ ઉપરાંત તેના પગથિયાંઓ પણ નમૂનેદાર છે.






Post a Comment

0 Comments