→ ઉત્તર હિંદુસ્તાનમાં વીણા કરતા વધુ લોકપ્રિય તંતુવાદ્ય સિતાર છે.
→ મૂળમાં સિતાર ઈરાની વાજિંત્ર હતું અને તેનું મૂળ નામ સહેતાર હતું તેમ મનાય છે.
→ 14મી સદીમાં દિલ્હીના અલાઉદ્દીન ખિલજીના ગાયક અમીર ખુશરોએ સિતારનો પ્રથમ વખત પરિચય આપ્યો.
→ સિતારમાં ત્રણ તાર, અથવા આઠ તાર હોય છે.
→ સિતાર જ્યારે તેની પ્રાથમિક અવસ્થામાં હતી ત્યારે તે માત્ર ત્રણ તારવાળું વાજિંત્ર હતું; પરંતુ સમય જતાં તેના તારની સંખ્યા વધતી ગઈ. હવે સાત તારવાળી સિતાર વધુ પ્રચલિત છે. તેના પર પિત્તળના કે જર્મન સિલ્વર ધાતુના પડદા બેસાડવામાં આવેલા હોય છે, જે તાંત વડે બાંધેલા હોય છે.
→ સિતારનાં બીજાં સ્વરૂપોમાં સૂરબહાર અને સુંદરીનો સમાવેશ કરવામાં આવે છે.
→ સૂરબહાર એ સિતારનું મોટું સ્વરૂપ છે જ્યારે સુંદરી સિતારનું પ્રાકૃત સ્વરૂપ ગણાય છે. તેનો ઉપયોગ મહદ્અંશે ભજનિકો કરતા હોય છે.
→ સિતાર વાદનમાં પ્રસિદ્ધ પંડિત રવિશંકરને ભારત સરકાર દ્વારા ઈ.સ. 1999માં 'ભારત રત્ન' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
0 Comments