વાંસળી | Flute


વાંસળી

→ વાંસળી શબ્દનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી વાંસ વત્તા સુર માંથી ઉદ્ભવ્યો છે.

→ વાંસળી નામનું સુષિરવાદ્ય વાંસમાંથી બનાવામાં આવે છે.

→ વાંસળી એ વાંસના પોલા નળાકારમાંથી બનાવવામાં આવતું ભારતીય વાદ્ય છે.

→ વાંસળી કૃષ્ણ અને રાધાની પ્રેમ કથા અને ઇસ પૂર્વે ૧૦૦ની આસપાસના બુદ્ધ ચિત્રોમાં દર્શાવવામાં આવેલ છે.

→ વાંસળી મોટાભાગે કૃષ્ણની રાસલીલા સાથે સાંકળવામાં આવે છે. તેમાં છ અથવા સાત કાણાંઓ હાથને મૂકવા માટે બનાવેલા હોય છે.

→ વાંસળીની લંબાઇ ૧૨ થી શરુ થઇને ૪૦ ઇંચ સુધીની હોય છે.

→ આધુનિક સમયમાં વાંસળી ધાતુમાંથી પણ બનાવવામાં આવે છે.

→ વાંસળીમાંથી સ્થિર, ઊંચા, ચંચળ, તેજ, ભારે એવા અવાજ ઉત્પન્ન કરવામાં આવે છે.

→ વાંસળીના પ્રસિદ્ધ કલાકારોમાં હરિપ્રસાદ ચૌરસિયા, રોનુ મજમુદાર વગેરેનો સમાવેશ થાય છે.






Post a Comment

0 Comments