Science and Technology One Liner Quiz (Part : 5) | વિજ્ઞાન અને ટેક્નોલૉજી - પ્રશ્નોત્તરી
વિજ્ઞાન અને ટેક્નોલૉજી - પ્રશ્નોત્તરી
- વૃક્ષો કઈ લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતા સજીવ છે?
- → પ્રચલન
- આપણાં હાથનો સ્પર્શ થતાં કોના પાંદડા બિડાઈ જાય છે?
- → લજામણી
- મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો કે જે જમીનમાં ભળેલા હોય તેને શું કહે છે?
- → સેંદ્રિય પદાર્થો
- જે જમીનમાં રેતીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને ક્યાં પ્રકારની જમીન કહેવામા આવે છે?
- → રેતાળ
- બીજના ક્યાં બે પ્રકાર છે?
- → એકદળ અને દ્વિદળ
- બીજના અંકુરણ માટે ક્યાં જરૂરી પરિબળો છે?
- → હવા, પાણી અને સૂર્યપ્રકાશ
- એક્દળી બીજના નામ જણાવો.
- → મકાઈ, બાજરી, જુવાર વગેરે
- દ્વિદળી બીજના નામ જણાવો.
- → મગ, વાલ, ચણા, વટાણા વગેરે
- જે બીજના બે ફાડ થાય તેને _____ કહેવાય.
- → દ્વિદળ બીજ
- જે બીજના બે ફાડ ના થાય તેને ______ કહેવાય.
- → એકદળ બીજ
- આપણા શરીરની જૈવિક ક્રિયાઓ જેવી કે પાચનક્રિયા, ઉત્સર્જનક્રિયા, લોહીનું ભ્રમણ વગેરે માટે શું આવશ્યક છે?
- → પાણી
- વનસ્પતિના પ્રકાર કેટલા? ક્યાં કયા?
- → ત્રણ
- → ક્ષુપ, છોડ, વૃક્ષ
- નર કે માદા કોયલમાંથી કોનો અવાજ મીઠો હોય છે?
- → નર કોયલ
- ચકલી કેવી રીતે ચાલે છે?
- → કૂદીને
- કાળકોશીની ચાંચ કેટલા ભાગમાં વહેચાયેલી હોય છે?
- → બે ભાગમાં
- ખોરાકમાં હાજર રહેલા ઘટકો, જે શક્તિ પૂરી પાડે તેને શું કહેવાય?
- → પોષક ઘટકો
- વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા ક્યાં ઉર્જાસ્રોતનો ઉપયોગ કરે છે?
- → સૂર્ય
- સજીવના શરીરનો રચનાત્મક એકમ કયો છે?
- → કોષ
- સજીવના મોટા ભાગના કોષ સૂક્ષ્મ હોય છે. જેનું અવલોકન કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
- → સંયુક્ત સૂક્ષ્મદર્શક
- એક જ કોષના બનેલ સજીવને શું કહે છે?
- → એકકોષી
0 Comments