Science and Technology One Liner Quiz (Part : 4) | વિજ્ઞાન અને ટેક્નોલૉજી - પ્રશ્નોત્તરી
વિજ્ઞાન અને ટેક્નોલૉજી - પ્રશ્નોત્તરી
- રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
- → ફેફસાં
- શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
- → ધમની
- દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
- → શિરા
- બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
- → એન્ટીવોન લ્યુવેન હોક
- બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
- → એરનબર્ગ
- બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
- → જીવાણું
- 'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
- → એલેકઝાન્ડર ફલેમિંગ
- સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
- → પેનિસિલિન
- મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
- → પ્લાઝમોડિયમ
- અમીબાના કારણે કયો રોગ થાય છે?
- → એમેબિક મરડો
- ફૂગથી થતા રોગો કયાં છે?
- → દાદર,ખસ,ખરજવું
- સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
- → અંડપિંડ
- પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
- → શુક્રપિંડ
- થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
- → ગોઈટર
- થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
- → આયોડિન
- થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
- → થાઈરોકિસન
- થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
- → ગળાના ભાગે
- માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
- → પિટયુટરી ગ્રંથિ
- માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
- → લીવર(યકૃત)
- લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
- → એમાયલેઝ
0 Comments