✒️ 21મી હિન્દ મહાસાગર રિમ એસોસિએશન (IORA)ની મંત્રી પરિષદની વાર્ષિક બેઠક ક્યા શહેરમાં આયોજીત થઈ હતી ?
➡️ ઢાકા
✒️ હાલમાં ચાઇલ્ડ પોલિસી ક્યા રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવી?
➡️ તમિલનાડુ
✒️ તાજેતરમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે EX SHAKTI – 2021 દ્વિપક્ષીય લશ્કરી કવાયતની કઈ આવૃત્તિ યોજાઈ હતી?
➡️ છઠ્ઠી આવૃત્તિ
✒️ તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘વોટર હિરોઝ-શેયર યોર સ્ટોરીઝ’ પ્રતિયોગિતા શરૂ કરવાની ઘોષણા કરી છે ?
➡️ જળશક્તિ મંત્રાલય
✒️ રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું?
➡️ ઝાંસી, ઉત્તર પ્રદેશ
✒️ તાજેતરમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરના પ્રથમ વૈશ્વિક ઈનોવેશન શિખર સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?
➡️ નરેન્દ્ર મોદી
✒️ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ પહેલનું નામ શું છે?
➡️ Tech NEEV@75
➡️ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે 15મી નવેમ્બર, 2021ના રોજ પહેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
✒️ ક્યા દેશ દ્વારા હાલમાં જ DA-ASAT મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે ?
➡️ રશિયા
✒️ વર્ષ 2016 પછી કયો દેશ પ્રથમ વખત આદિજાતિ રાષ્ટ્રોની સમિટનું આયોજન કરવા જઈ રહ્યો છે?
➡️ અમેરિકા
✒️ રાષ્ટ્રીય એપીલેપ્સી દિવસ (National Epilepsy Day) ક્યારે ઉજવવામાં આવે છે?
➡️ 17 નવેમ્બર
➡️ આ દિવસ એપીલેપ્સી વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.
➡️ આમાં, દર્દીને મગજ સંબંધિત વિકૃતિઓ થાય છે અને હુમલા થાય છે.
➡️ નવેમ્બર મહિનો દેશમાં 'National Epilepsy Awareness Month તરીકે ઉજવવામાં આવે છે.
✒️ બાબા સાહેબ પુરંદ૨ેનું તાજેતરમાં અવસાન થયું છે તે ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ?
➡️ ઈતિહાસકાર
✒️ આ વર્ષે વિશ્વ COPD દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
➡️ 17 નવેમ્બર
➡️ આ દિવસ વૈશ્વિક સ્તરે દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા બુધવારે ઉજવવામાં આવે છે.
➡️ પ્રથમ COPD દિવસ વર્ષ 2002માં ઉજવવામાં આવ્યો હતો.
✒️ COP26 ગ્લાસગો કરારનો હેતુ ગ્લોબલ વોર્મિંગને કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત કરવાનો છે .
➡️ 1.5
✒️વિશ્વ COPD દિવસ વર્ષ 2021 માટેની થીમ જણાવો.
➡️ Healthy Lungs – Never More Important
➡️ Global Initiative For Chronic Obstructive Lung Disease – GOLD દ્વારા આ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.
➡️ ક્રોનિક અવરોધક પલ્મોનરી ડિસીઝ (COPD) એ ફેફસાંનો રોગ છે. અસરગ્રસ્ત દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
✒️ ભારતના પ્રથમ ગ્રાસ કન્ઝર્વેશન એરિયાનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું?
➡️ રાનીખેત, અલમોડા (ઉત્તરાખંડ)
✒️ તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘લાંચ જોખમ મેટ્રિક્સ 2021’ નીચે પૈકી ક્યા સંસ્થાન દ્વારા બહાર પાડવામાં આવે છે ?
➡️ ટ્રેસ(TRACE)
✒️ વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંકના સહયોગથી "WePOWER" ભારતના કયા પ્રદેશમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું?
➡️ વીજળી ક્ષેત્ર
✒️ આ વર્ષે વિશ્વ ફિલોસોફી દિવસ (World Philosophy Day) ક્યારે ઉજવવામાં આવ્યો?
➡️18 નવેમ્બર
➡️ આ દિવસની શરૂઆત UNESCO દ્વારા વર્ષ 2002માં કરવામાં આવી હતી પરંતુ તે વર્ષ 2005માં નવેમ્બર મહિનાના ત્રીજા ગુરુવારે યોજાયેલી સામાન્ય પરિષદ દરમિયાન કરવામાં આવી હતી.
✒️ વર્લ્ડ ફિલોસોફી ડે. (World Philosophy Day) ની થીમ જણાવો.
➡️ “Different Interactions Of Human Beings In Their Social, Cultural, Geographical And Political Environment.”
✒️ ક્યા જસ્ટિસ મદ્રાસ હાઈકોર્ટેના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમાયા છે?
➡️ મુનીશ્વર નાથ ભંડારી
✒️ કોણ ફરીથી બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા?
➡️ રુમેન રાદેવ
✒️ સુદાનમાં તખ્તાપલટાના એક મહિના બાદ વડાપ્રધાન કોને તેના હોદ્દા પરથી બહાલ કરવામાં આવ્યા?
➡️ અબ્દુલ્લા હમદોકને
✒️ ભારતની પ્રથમ ગ્રિડ કનેક્ટેડ કમ્યુનિટી સ્ટોરેજ સિસ્ટમ માટે ટાટા પાવર કંપનીને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો?
➡️ એશિયન પાવર એવોર્ડ
✒️ ક્યા રાજ્ય એ કર્ણાટકને હરાવીને સૈયદ મુશ્તાક અલી ક્રિકેટ ટ્રોફી જીતી?
➡️ તામિલનાડુએ, શાહરૂખ ખાનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
✒️ સુદાનમાં ભારતના રાજદૂત તરીકે અને યુક્રેનમાં ભારતના રાજદૂત તરીકે કીની નિમણૂક થઈ?
➡️ બી. એસ. મુબારકની, પ્રોફેસર હર્ષ જૈનની
✒️ પાકિસ્તાને અમેરિકામાં પોતાના રાજદૂત તરીકે કોની નિમણૂક કરી?
➡️ મસૂદ ખાનની
✒️ નીતિ આયોગે સતત વિકાસ લક્ષ્ય- શહેરી સૂચકાંક અને ડેશ બોર્ડ -2021-22 જાહેર કર્યા. 10 લાખથી વધુ વસતિવાળાં શહેરોમાં શિમલા પ્રથમ, કોઈમ્બતુર બીજા અને ચંદીગઢ ત્રીજા સ્થાને. 1 લાખથી ઓછી વસતીવાળાં શહેરોમાં કયું શહેર પ્રથમ રહ્યું?
➡️ ઈટાનગર પ્રથમ, મેરઠ બીજા અને ધનબાદ ત્રીજા સ્થાને.
✒️ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની સાંસ્કૃતિક વિરાસતનાં દર્શન માટે કઈ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય કર્યો?
➡️ ભારત ગૌરવ ટ્રેનો
✒️ ઈઝરાયેલની સંસદે વડાપ્રધાન માટે કેટલા વર્ષના કાર્યકાળની સીમા નક્કી કરતા વિધેયકને મંજૂરી આપી?
➡️ 8
✒️ ભારતીય રક્ષા મંત્રાલયે રશિયા પાસેથી રૂ. 5000/- કરોડની એ. કે. કેટલી એસોલ્ટ રાઈફલ ખરીદવાના સોદોને મંજૂરી આપી?
➡️ 203
✒️ ICICI બેંકે કયું ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ કર્યું?
➡️ ટ્રેડ ઈમર્જ
✒️ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2021થી કઈ સંસ્થાને સન્માનિત કરવામાં આવી?
➡️ PRATHAM N.G.O
✒️ તાજેતરમાં ABU-UNESCO Peace Media Awards-2021 કયા દેશને ઍનાયત થયો?
➡️ ભારત
✒️ તાજેતરમાં ચર્ચામાં રહેલ નવલકથા ‘Lal Salaam: A Novel’ના લેખકનું નામ જણાવો.
➡️ સ્મૃતિ ઝુબિન ઈરાની.
✒️ કયા રાજ્યએ કચરાના સંગ્રહને સુધારવા અને ટ્રેક કરવા માટે મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે?
➡️ કેરળ
✒️ તમાકુના ઉપયોગના વલણો પર ગ્લોબલ રિપોર્ટની ચોથી આવૃત્તિ કઈ સંસ્થાએ પ્રકાશિત કરી છે?
➡️ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન
✒️ લઘુ ઉદ્યોગ વિકાસ બેંક ઓફ ઇન્ડિયાએ કઈ કંપની સાથે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકો આપવા માટે ભાગીદારી કરી છે?
➡️ કોમિફોરા ઝાડ
✒️ વિશ્વ દૂરદર્શન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
➡️ ૨૧ નવેમ્બર
✒️ આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ (International Day for Tolerance) ક્યારે ઉજવવામાં આવે છે?
➡️ 16 નવેમ્બર
➜ યુનેસ્કોએ વર્ષ 1994માં મહાત્મા ગાંધીના જન્મની 125મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી, ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસને 16 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ તરીકે જાહેર કર્યો હતો.
➜ મહાત્મા ગાંધી દ્વારા પ્રસ્તાવિત શાંતિ, અહિંસા અને સમાનતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 16 નવેમ્બરે વૈશ્વિક સ્તરે આ દિવસ ઉજવવામાં આવે છે.
➜ સહિષ્ણુતા અને અહિંસાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વૈજ્ઞાનિક, કલાત્મક, સાંસ્કૃતિક અથવા સંદેશાવ્યવહાર ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રવૃત્તિઓ માટે યુનેસ્કો દ્વારા દર બે વર્ષે "મદનજીત સિંહ એવોર્ડ" એનાયત કરવામાં આવે છે.
✒️ કયા દેશના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ લગભગ 56 ટ્રિલિયન જાપાનીઝ યેનના રેકોર્ડ બ્રેકિંગ સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરી છે?
➡️ જાપાન
0 Comments