આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ, ફેલાય તે માટે તથા યુધ્ધ અને હિંસા ન થાય તે માટે જાગૃતિ ફેલાવવાનો છે.
સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 1981માં આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી.
જોકે, શરૂઆતમાં સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હતી.
ત્યારબાદ વર્ષ 2001માં સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારની જગ્યાએ દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું હતું અને વર્ષ 2002થી તેનો પ્રારંભ થયો હતો.
વર્ષ 2021ની ‘વિશ્વ શાંતિ દિવસ’ની થીમ 'Recovering Better for an Equitable and Sustainable World"
'World Peace Day'ને 'International Day of Peace' તરીકે પણ ઓળખવામાં આવે છે.
0 Comments