વીજક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર, 5000 મેગાવોટનો સોલાર પ્લાન્ટનું આયોજન, ધોલેરાને અમદાવાદ સાથે 6 લેન એક્સપ્રેસની કામગીરી શરુ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પ્રગતિમાં છે
કાયદાઓમાં સુધારાઓ કરીને ભ્રષ્ટાચાર દૂર કરવાની કામગરી, જમીન એનએ સહિતના અનેકાનેક પગલાં ભરવામાં આવ્યાં છે
રાજકોટમાં મ્યૂઝિયમમાં ગાંધીજીનું જીવન ઓડિયો. વિઝ્યુઅલ ગેલેરીમાં જીવંત કરવામાં આવ્યું, દાંડીમાં સોલ્ટ સત્યાગ્રહ સ્મારક બનાવ્યું છે
2013-2017માં ગુજરાતનો સરેરાશ જીડીપી 9.9 ટકા રહ્યો છે જે સૌથી ઊંચો છે તે જાળવ્યો, 11.2 ટકા જીડીપી 2018માં જાળવી રાખ્યો છે.
ગુજરાતનો આર્થિક દર 9.9 ટકા, માથાદીઠ આવકમાં 12.6 ટકાનો વધારો થયો છે.
2017-18ની ચોખ્ખી માથાદીઠ આવક 1,74,652, ગુજરાતનો 16.8 ટકા હિસ્સો
દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત મોખરે
96 તાલુકાના 6,174 ગામો અછતગ્રસ્ત જાહેર કરાયાં છે. 2.60 લાખ પશુઓ માટે આર્થિક સહાય અપાઈ
ખેડૂતોના ખાતામાં 1500 કરોડથી વધુની રકમ અપાઈ છે
પશુપાલકોને બે રૂપિયે કિલો ઘાસ અપાય છે. મૂડીરોકાણ ક્ષેત્રે ગુજરાતે આગવી ઓળખ ઉભી કરી છે
વધારાની વીજળી માટે 436 કરોડ ખર્ચ્યાં સરકારે 8 કલાકને બદલે 10 કલાક વીજળી ખેડૂતોને આપી
કૃષિ ઉત્પાદનમાં 12.11 ટકાના દરે વૃદ્ધિ થઈ છે
દેશમાં કૃષિ ઉત્પાદનમાં ગુજરાતનો 7.30 ટકાનો ફાળો
ખેડૂતોને લોન પર વ્યાજ સહાય, ખેડૂતોને ધીરાણ પર 0 ટકા વ્યાજ
જીએસડીપી વિકાસદર નાણાકીય શિસ્ત વ્યવસ્થાપનમાં ગુજરાત મોખરે
વાર્ષિક વૃદ્ધિ દર ૯.૯ ટકા છે જે દેશના મોટા રાજયોમાં સૌથી ઊચો
દેશના જીડીપીમાં 7.8% હિસ્સો ગુજરાતનો
ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે રૂ. ૧,૭૪,૬૫૨ જે ૧૨.૬ ટકા વધુ
નિકાસમાં ગુજરાત દેશભરમા પ્રથમ કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૬.૮ ટકા હિસ્સો
પશુપાલનના વિકાસ માટે અનેક યોજનાઓ, દૂધનું માથાદીઠ ઉત્પાદન 564 ગ્રામ પ્રતિદિન
રાજ્યમાં દૂધના ઉત્પાદનમાં અને નિકાસમાં વધારો,દૂધના પાવડરની માગ ઓછી થઈ છે.
પશુપાલકોને 300 કરોડની સહાય,ગુજરાતમાં પશુઓની સંખ્યામાં 15.36 ટકાનો વધારો
અબોલ પશુઓ માટે એનિમલ એમ્બ્યુલન્સ સર્વિસ
નિતીન પટેલે ગૃહમાં હાસ્ય રેલાવ્યુઃ ઝીંગા માછલી મીઠી આવે છે, પણ હું ખાતો નથી
0 Comments
Any suggestions, Please comment Below 👇