Ad Code

Responsive Advertisement

ક્રિયાપદને "ING" લગાડીએ ત્યારે લાગુ પડતાં નિયમો


અંગ્રેજી ગ્રામરમાં કેટલીક વાર ક્રિયાપદને "ing" પ્રત્યય લાગે છે પણ કેટલાંક નિયમો અનુસાર ક્રિયાપદને અંતે "ing" પ્રત્યય લાગે છે જે નીચે મુજબ છે.






ક્રિયાપદનો છેલ્લો અક્ષર સ્વર હોય તો અને તેનો ઉચ્ચાર ન થતો હોય તો "ing" લગાડીએ ત્યારે સ્વર નીકળી જાય છે.
Give - Giving, Take - Taking

ક્રિયાપદનો છેલ્લો અક્ષર સ્વર હોય અને તેનો ઉચ્ચાર થતો હોય તો સીધું "ing" લાગે છે.
See - Seeing, Be - Being


ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની પહેલાં એક જ સ્વર હોય તો "ing" લગાડીએ ત્યારે છેલ્લો અક્ષર બેવડાય છે.
Run - Running, Plan - Planning

ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની પહેલાનો સ્વર ભારપૂર્વક ઉચ્ચારાતો ન હોય તો વ્યંજન બેવડાતો નથી.
Open - Opening



_______________________***********_______________________