GK - 2



  1. ભારત- પાકિસ્તાન વિભાજન બાદ ગુજરાતનું કયું બંદર સમગ્ર દેશ માટે મહત્ત્વનું સાબિત થયું?________________જવાબ : કંડલા

  2. ગુજરતમાં લલિતકલા અકાદમીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી?________________જવાબ : 1961

  3. ભારત- પાકિસ્તાન ભાગલા દરમિયાન પાકિસ્તાનમાંથી ભારતમાં મોટી સંખ્યામાં વિસ્થાપિત થયેલાઓના પુન:વસવાટ માટે ગુજરાતમાં કયું નગર વિકસાવવામાં આવ્યું?________________જવાબ : ગાંધીધામ

  4. આરઝી હકુમતમાં શામળદાસ ગાંધીની સાથે રહીને સશસ્ત્ર લડાઈની જવાબદારી કોને લીધી હતી?________________જવાબ : મનુભાઈ પંચોળી

  5. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન મહત્ત્વની ભૂમિકા ભજવનાર "ફૂલછાબ" અખબારનું જુનું નામ જણાવો?________________જવાબ : સૌરાષ્ટ્ર

  6. ગુજરાતના કયા મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, રાજ્યનું નવું પાટનગર ગાંધીજીના નામથી ગાંધીનગર તરકે ઓળખાશે?________________જવાબ : ડૉ. જીવરાજ મહેતા (19 માર્ચ,1960)

  7. સાહસિક ગુજરાતી વહેપારીઓ સૌપ્રથમ કઈ સાલમાં જાવા પહોચ્યાં હતા?________________જવાબ : ઈ.સ. 75

  8. આઝાદીની લડાઈ દરમિયાન ક્યાં પંજાબી ક્રાંતિકારી એ સૌરાષ્ટ્રમાં વ્યાયામ અને રાષ્ટ્ર ભાવનાનો પ્રચાર કર્યો હતો?________________જવાબ : આઝાદ પૃથ્વીસિંહ ઝાલા

  9. સ્કંદ પુરણ ક્યાં રચાયું હોવાનું મનાય છે?________________જવાબ : વડનગર

  10. કયા કવિએ પોતાની કૃતિ "વેન ચરિત્ર"માં વિધવા વિવાહના પ્રશ્નની ચર્ચા કરી છે?________________જવાબ : કવિ દલપતરામ

  11. સૌરાષ્ટ્રના ક્યાં નાટ્યકારને ભારત સરકારે ઉત્તમ નાટ્યકાર તરીકે નવાજ્યા છે?________________જવાબ : પ્રભુલાલ ત્રિવેદી

  12. ગુજરાતમાં સૌપ્રથમ ગામડામાં ઘુમી વળતી "ટ્રાવેલિંગ ડિસ્પેન્સરી" શરૂઆત કોને કરી હતી?________________જવાબ : રણછોડલાલ છોટાલાલ

  13. ઈ.સ. 1959માં તાશ્કંદમાં રશિયન ભાષામાં કયું ગુજરાતી નાટક ભજવાયું હતું?________________જવાબ : છોરું - કછોરું

  14. ઉત્તર ગુજરાતમાં કયો પટ્ટો આદિવાસી પટ્ટા તરીકે ઓળખાય છે?________________જવાબ : પોશીનો પટ્ટો

  15. ભીલ સેવા મંડળની સ્થાપના કોને કરી હતી?________________જવાબ : અમૃતલાલ ઠકકર

  16. સંસ્કૃત નાટક હનુમાનનો ગુજરાતી અનુવાદ કોને કર્યો છે?________________જવાબ : પંડિત મણીલાલ દ્વિવેદી

  17. ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે?________________જવાબ : 1 લી મે, 1960

  18. ગુજરાત સરકાર ધ્વારા એનાયત થતો ગુજરાત ગરિમા એવોર્ડ વિસ્વ ગુર્જરી દિન આપવમાં આવે છે, તે દિવસ ક્યારે આવે છે?________________જવાબ : 13 મી, જાન્યુઆરી

  19. જયદેવ રચિત "ગીત ગોવિંદ"નો ગુજરાતી અનુવાદ કોને કર્યો હતો?________________જવાબ : કેશવ હર્ષદ ધ્રુવ

  20. ફ્લેમિન્ગો પક્ષીને ક્યાં ગુજરાતી નામે પણ ઓળખવમાં આવે છે?________________જવાબ : સુરખાબ

  21. વિસનગરના ક્યાં સૂફી સંત રાધા-કૃષ્ણના ભજનોના રચયિતા તરીકે જાણીતા હતા?________________જવાબ : અનવર કાઝી

  22. આરસપહાણના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધારે મળી આવે છે?________________જવાબ : બનાસકાંઠા

  23. બારડોલી કયા ઉદ્યોગ માટે જાણીતું છે?________________જવાબ : ખાંડ

  24. ગુજરાતમાં સ્ત્રીઓ માટે સૌપ્રથમ "સર્ક્યુલેટીંગ લાયબ્રેરી"ની શરૂઆત કોને કરી હતી?________________જવાબ : રણછોડલાલ છોટાલાલ

  25. ગુજરાતની વિધાનસભા અમદાવાદથી ગાંધીનગર ક્યારે બદલવામાં આવી?________________જવાબ : 1971માં

  26. ઈ.સ. 1959માં તાશ્કંદમાં રશિયન ભાષામાં ભજવાયેલું ગુજરાતી નાટક "છોરું - કછોરું" ના રચયિતા કોણ હતા?________________જવાબ : પ્રાગજી ડોસા

  27. ગુજરાતમાં ક્યાં સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે?________________જવાબ : ઉદવાડા

  28. પરંપરાગત ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે?________________જવાબ : કારતક સુદ એકમ

  29. ગુજરાતનું સૌપ્રથમ બાલમંદિર ક્યાં શરૂ થયું હતું?________________જવાબ : વસો (જીલ્લો : આણંદ)

  30. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે?________________જવાબ : હેમચન્દ્રાચાર્ય




  31. _______________________***********_______________________