સૌથી મોટા જોવા મળતા દેડકો : ગોલીયાથ ફ્રોગ
Scientific name: Conraua goliath
દેડકો એ પૃથ્વી અને પાણીમાં એમ બંને સ્થિતિમાં જીવનારું પ્રાણી છે.
વિશ્વભરમાં દેડકાની નાની મોટી હજારો જાત જોવા મળે છે.
કેમેરુના જંગલોમાં જોવા મળતા દેડકા એકથી દોઢ ફૂટ લાંબા હોય છે. જે લગભગ જોવામાં આવે તો બિલાડી જેવા લાગે.
સૌથી મોટા જોવા મળતા દેડકાનું નામ ગોલીયાથ ફ્રોગ છે.
તે લીલા રંગનો હોય છે.
તેની આંખોના ડોળા એક ઇંચ વ્યાસના હોય છે.
તેના પગના આંગળા પાતળા પડદાથી જોડાયેલા હોય છે.
આ દેડકાની સંભળાવાની શક્તિ સારી હોય છે પણ તેઓ મુંગા હોય છે.
દક્ષિણ આફ્રિકાના જંગલોમાં નદી કિનારે આ પ્રકારના દેડકા વસે છે.
આ દેડકા ઊંચા તાપમાનમાં પણ જીવી શકે છે.
ગોલીયાથ દેડકા નદી કિનારે પથ્થરના ટુકડા વર્તુકાળમાં ગોઠવી માળો બનાવે છે.
નદીના તળિયે પણ આવા માળા બનાવી ઈંડા મુકે છે.
એક માળામાં સેંકડો ઈંડા હોય છે.
ઈંડામાંથી ટેડપોલ જન્મે છે જે પાણીમાં રહીને વનસ્પતિ ખાઈને રહે છે અને મોટા થઈ ને દેડકાનું સ્વરૂપ લે છે.
આ દેડકાનું વજન લગભગ ૩.૨૫ કિલોગ્રામ જેટલું હોય છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇