Tarnetar no Melo | તરણેતર નો મેળો
તરણેતર નો મેળો એ ગુજરાતનો સૌથી મોટો મેળો છે.
આ મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે તરણેતર ગામમાં ભરાય છે.
ત્રિનેત્રશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ મેળો ભાદરવા સુદ 4-5-6 નો રોજ ભરાય છે.
આ મેળામાં આહીર, રબર, ભરવાડ, કાઠી કોમના યુવાનો રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ સાથે આવે છે.
એક લોકવાયકા મુજબ પાંડવપુત્ર અર્જુનને દ્રોપદી એ જ્યાં હારમાળા પહેરાવી એ મત્સ્યવેધ અને સ્વયંવર આ સ્થળે યોજાયો હતો.
આ મેળામાં યુવકો- યુવતીઓ "હુડા" નૃત્ય કરે છે.
આ મેળામાં એક "નાની બનેવી બજાર " પણ ભરાય છે.
આ મેળામાં દાંડિયા- રાસ અને ભજન કિર્તનનું આગવું આકર્ષણ છે.
0 Comments