પંચમહાલના આદિવાસીઓનાં નૃત્યો

પંચમહાલના આદિવાસીઓનાં નૃત્યો
પંચમહાલના આદિવાસીઓનાં નૃત્યો

→ પંચમહાલના આદિવાસીઓ હોળીના તહેવારોમાં મોટા ઢોલ સાથે નૃત્ય કરે છે.

→ લગ્ન જેવાં પ્રસંગે તો આખી રાત નૃત્યોની રમઝટ બોલે છે. પુરુષોના નૃત્ય-પ્રકારોમાં ઘાસ્યો, મટકીચાળો, ગયૂલી, ઘડૂલિયો, ત્રણ ડગલિયો, વાનો, કેડધોળિયો મુખ્ય છે, જ્યારે સ્ત્રીઓના નૃત્યપ્રકારોમાં ઘારવો, ઘોર રમવો મુખ્ય છે.

→ ફાગણ સુદ અગિયારસના દિવસે આદિવાસીઓ મહાદેવજીના મંદિર આગળ મોટા ઢોલ સાથે ગોળાકારે સમૂહમાં નૃત્ય કરે છે. આ જોમવંતું નૃત્ય તાંડવનૃત્યની યાદ આપે તેવું હોય છે.

→ જગતભરની અન્ય જાતિઓની જેમ પંચમહાલના દૂબળા આદિવાસીઓ નૃત્યના ખૂબ શોખીન ગણાય છે. તેઓ સીમંત, જન્મ, લગ્ન જેવાં સામાજિક પ્રસંગોએ, 'ખતરી' જેવાં ધાર્મિક પ્રસંગે કે મૃત્યુ જેવા શોકના પ્રસંગેય નાચે છે.

→ નવરાત્રિ, દિવાસો અને હોળી પ્રસંગે પણ નૃત્યો કરીને આનંદ માણે છે.

→ તુર અને થાળી એમના નૃત્યનાં મુખ્ય વાજિંત્રો છે.

→ દૂબળાનાં વિવિધ નૃત્યો ‘ચાળો' તરીકે ઓળખાય છે. ચાળો એટલે અનુકરણ.

→ એમનાં બેલડી નૃત્યમાં બેઠી બેલડી, પંજેટિયો ચાળો અને લાંબી ફાળ; જ્યારે સમૂહનૃત્યમાં નાની અલક, મોટી અલક, કાછિયો-પીછિયો, ગોધન અને થાબડા ચાળો મુખ્ય છે.

→ આદિવાસી વાજિંત્રોમાં જુદી જુદી ગતો વગાડવામાં આવે છે, જેને પંચમહાલ તરફ 'વાનો' કહે છે.


→ Facebook Page Click


Post a Comment

0 Comments