→ સ્થળ : પાવાગઢપર્વતની તળેટીમાં મહંમદ બેગડા દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરાયું હતું.
→ ચાંપાનેર હિંદુ, મુસ્લિમ અને જૈન ધર્મના શિલ્પના અવશેષ ધરાવે છે.
→ ગુઢમંડપ, અર્ધમંડપ, લકુલીશ, દક્ષિણામૂર્તિ, બ્રહ્મા, વિષ્ણુ, ગજેન્દ્ર મોક્ષ સૌર સુંદરી, અંબિકા, ઈન્દ્ર અને શિવના વિવિધ સ્વરૂપો વગેરે જેવા હિંદુ સંસ્કૃતિના અવશેષ.
→ જામા મસ્જિદ, કેવડા મસ્જિદ, બોહરાની સહર કી મસ્જિદ, લીલાગુંબજ મસ્જિદ, ખજૂરી મસ્જિદ, કબૂતરખાના, એક મિનાર મસ્જિદ વગેરે જેવા મુસ્લિમ સ્થાપત્યના અવશેષો.
→ સુપાર્શ્વનાથ અને ચંદ્રપ્રભા જૈન મંદિર વગેરે જેવા જૈન ધર્મના શિલ્પ અવશેષો જોવા મળે છે.
→ અહીં ચાંપાનેર અને પાવાગઢને જોડતા કુલ 8 જેટલા મુખ્ય દરવાજા છે. (1) અટક દરવાજો (2) બુઢિયો દરવાજો (3) મોતી દરવાજો (4) સતમંજિલ દરવાજો (5) ગુલાન બુલાન દરવાજો (6) બુલંદ દરવાજો (7) મકાઈ દરવાજો (8) તારાપોર દરવાજો.
→ યુનેસ્કો (UNESCO) દ્વારા ચાંપાનેરના સ્થાપત્યને જુલાઈ 2004માં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં (વૈશ્વિક વારસો) સ્થાન મળ્યું છે.
0 Comments