પર્સન્ટેજ અને પર્સન્ટાઈલમાં બંનેની ગણતરી કેવી રીતે થાય છે?
પર્સન્ટેજ અને પર્સન્ટાઈલમાં બંનેની ગણતરી કેવી રીતે થાય છે?
→ કરિયરના સંદર્ભે પર્સન્ટેજ એટલે કે ટકાવારી એ જે-તે પરીક્ષામાં ઉમેદવારે ૧૦૦માંથી આપેલા સાચા જવાબોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે પર્સન્ટાઈલ એવા પરીક્ષાર્થીઓનો આંકડો બતાવે છે, જેમણે તમારા જેટલાં જ કે તમારાથી ઓછા ગુણ મેળવ્યા હોય અને તે વિદ્યાર્થી જૂથની સરખામણીમાં તમારું પ્રદર્શન કેવું રહ્યું એ બતાવે છે.
→ દાખલા તરીકે ૮૦ ટકાનો મતલબ થાય છે કે, વિદ્યાર્થીએ ૧૦૦માંથી ૮૦ જવાબો સાચા આપ્યા, જ્યારે ૮૦ પર્સન્ટાઈલનો અર્થ થાય છે કે, એ કસોટી આપનાર વિદ્યાર્થીઓમાંના ૮૦ ટકા વિદ્યાર્થીઓ કરતાં તમે સારો દેખાવ કર્યો.
ટકાવારી
શું માપે છે?
→ કુલમાંથી તમે કેટલા સાચા જવાબ આપ્યા છે, તેનું એ એકમાત્ર માપ છે.
કેવી રીતે ગણાય?
→ સાચા જવાબોની સંખ્યા/કુલ સવાલોની સંખ્યા * 100
કરિયરમાં ક્યાં કામ લાગે?
→ ઉમેદવારે આપેલી પરીક્ષામાં એણે કેટલા સવાલના જવાબ સાચા આપ્યા કે પછી કેટલા કોયડા સંપૂર્ણપણે સાચા ઉકેલ્યા.
દાખલા તરીકે
→ જો તમે સ્કિલ ટેસ્ટમાં ૮૦ ટકા લાવો તો તેનો મતલબ એ કે તમે ૧૦૦માંથી ૮૦ જવાબો સાચા આપ્યા.
પર્સન્ટાઈલ
એ શું માપે છે?
→ એવો સ્કોર જે અન્ય પરીક્ષાર્થીઓની સરખામણીએ તમારો ક્રમાંક કે રેન્ક બતાવે છે.
કેવી રીતે ગણાય?
→ તમારા માર્ક કરતાં ઓછા માર્ક/ કુલ પરીક્ષાર્થી * ૧૦૦
કરિયરમાં ઉપયોગ
→ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેનાથી અન્ય પરીક્ષાર્થીઓની સરખામણીએ ઉમેદવારનું પ્રદર્શન જાણી શકાતું હોવાથી ઉમેદવારોનું રેન્કીંગ આ રીતે થાય છે.
દાખલા તરીકે
→ ૭૫ પર્સન્ટાઈલનો મતલબ એ કે ૭૫ ટકા જેટલા અન્ય ઉમેદવારો કરતાં તમારો દેખાવ વધારે સારો રહ્યો.
બંને વચ્ચે પાયાનો તફાવત
શું જોવાય છે
→ પર્સન્ટેજ વ્યક્તિગત સિદ્ધિ પર ધ્યાન આપે છે, જ્યારે પર્સન્ટાઈલ ઉમેદવારનું અન્ય પરીક્ષાર્થીઓની સરખામણીએ પ્રદર્શન જૂએ છે.
સંદર્ભ
→ ટકાવારી કે પર્સન્ટેજ એ વ્યક્તિગત ગુણાંક છે. જ્યારે પર્સન્ટાઈલ એ વધારે મોટા ગુણાંક સમૂહનો ભાગ છે.
ઉપયોગિતા
→ મૂળભૂત ચોક્સાઈ બતાવવા માટે પર્સન્ટેજ ઉપયોગી છે, જ્યારે અન્યોની સરખાણીએ ઉમેદવારની ક્ષમતા બતાવવા માટે કે પછી એક સમૂહમાં વિદ્યાર્થીનો રેન્ક બતાવવા માટે પર્સન્ટાઈલનો ઉપયોગ થાય છે.
0 Comments