Day of International Criminal Justice | આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય દિવસ

આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય દિવસ
આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય દિવસ

આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ , જેને આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાય દિવસ અથવા આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 જુલાઇના રોજ આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય દિવસ (Day of International Criminal Justice) મનાવવામાં આવે છે.

→ માનવાધિકારોના ઉલ્લંઘન, અન્યાયનો ભોગ બનેલા લોકોને સમર્થન અને લોકોને તેમના માટે ન્યાય મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય છે.

→ 17 જુલાઇ, 1998ના રોજ રોમ કાનૂન ICC (International Criminal Court)ને 120 દેશો દ્વારા સ્વીકારવામા આવ્યો હોવાની યાદમાં દર વર્ષે આંતરરાષ્ટીય ફોજદારી ન્યાય દિવસ મનાવવામાં આવે છે.


ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)

→ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ એક આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યાય મેળવવા માટેની મહત્વપૂર્ણ સંસ્થા છે, જેમાં સૌથી ગંભીર આંતરરાષ્ટ્રીય ગુનાઓની તપાસ કરવામાં આવે છે.

→ વર્ષ 2002માં રોમ કાનૂન અંતર્ગત નેધરલેન્ડના હેગ ખાતે ICCના હેડક્વાર્ટરની સ્થાપના કરવામાં આવી હતી.

→ ICCએ પ્રથમ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત છે.

→ જેનો હેતુ લોકોને નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ, યુદ્ધ ગુનાઓ અને આક્રમણના ગુનાઓથી બચાવવાનો છે.

→ હાલમાં ICCમાં કુલ 124 સભ્ય દેશો છે પરંતુ ભારત તેનો સભ્ય નથી.

→ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) એ એક સિવિલ કોર્ટ છે, જે દેશો વચ્ચેના વિવાદોની સુનાવણી કરે છે. જ્યારે ICC એક ફોજદારી અદાલત છે જે વ્યક્તિગત કાર્યવાહી કરે છે.



→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments