→ બંધારણના ભાગ 15માં અનુચ્છેદ 324 અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચ અંગેની જોગવાઈ કરવામાં આવી છે.
→ ભારતમાં 25 જાન્યુઆરી, 1950ના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી.
→ કેન્દ્રીય ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરીના રોજ થઈ હોવાથી ભારતમાં 25મી જાન્યુઆરીને 'રાષ્ટ્રીય મતદાર દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
→ બંધારણના અનુચ્છેદ 324 અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદ તથા રાજ્ય વિધાનમંડળની સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનું સંચાલન અને નિયંત્રણ કરે છે.
→ શરૂઆતમાં ચૂંટણી પંચમાં ફક્ત એક જ મુખ્ય ચૂંટણી કમિશનર હતા. જોકે, ત્યારબાદ 16 ઓક્ટોબર, 1989ના રોજ બે વધારાના કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ તેમનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 1990 સુધી જ ચાલ્યો હતો.
→ પાછળથી 1 ઓક્ટોબર, 1993ના રોજ ભારતમાં ફરીથી બે વધારાના ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી. એટલે કે ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે અન્ય ચૂંટણી કમિશનરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
→ કેન્દ્રીય ચૂંટણી પંચનું મુખ્ય મથક દિલ્હી ખાતે આવેલું છે.
→ કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે અર્ધન્યાયિક અને સલાહકારી સત્તા છે.
→ કે-દ્રીય ચૂંટણી પંચ' (Central Election Commission)ને 'કે-દ્રીય ચૂંટણી આયોગ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચૂંટણી પંચનું માળખું
→ ભારતીય બંધારણના અનુચ્છેદ 324(2) અનુસાર ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનરની રાષ્ટ્રપતિ નક્કી કરે તેટલી સંખ્યા હોય છે. અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક સંસદ દ્વારા કરવામાં આવેલ કોઈ જોગવાઈઓને આધીન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે.
→ ભારતીય બંધારણના અનુચ્છેદ 324(3) મુજબ જયારે અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવશે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે.
→ ભારતમાં હાલમાં ચૂંટણી પંચમાં એક મખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય બે ચુંટણી કમિશનરની નિમણૂક છે કરવામાં આવે છે.
→ જો કોઈ બાબત પર મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચુંટણી કમિશનરોના અભિપ્રાયો અલગ અલગ હશે તો એ બાબત બહુમતી દ્વારા નક્કી થશે. આથી, ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનરનો અભિપ્રાય સર્વોચ્ચ હોય એવું નથી.
ચૂંટણી કમિશનરની નિમણૂક પ્રક્રિયા
→ ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશનર અથવા તો અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં બનેલી 'શોધ સમિતિ' (Search Committee) દ્વારા પાંચ વ્યક્તિઓના નામની એક યાદી (Panel) તૈયાર કરવામાં આવશે.
→ આ સર્ચ કમિટીનું નેતૃત્વ કેબિનેટ સચિવ કરશે અને તેમાં સચિવના દરજજાથી નીચેના ન હોય તેવા બે સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેઓ ચૂંટણી સંબંધિત બાબતોમાં જ્ઞાન અને અનુભવ ધરાવતા હોવા જોઈએ.
→ આ સર્ચ કમિટી અથવા શોધ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ પાંચ નામોની યાદી વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી ‘પસંદગી સમિતિ' (Selection Committee)ને સોંપવામાં આવે છે.
→ ત્યારબાદ પસંદગી સમિતિની ભલામણ પર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર કે અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવશે.
→ પસંદગી સમિતિમાં નીચેની વ્યક્તિઓનો સમાવેશ થાય છે
→ અધ્યક્ષ તરીકે વડાપ્રધાન
→ લોકસભાના સભ્ય તરીકે વિરોધ પક્ષના નેતા
→ સભ્ય તરીકે નામાંકિત કેન્દ્રીય મંત્રી
નોંધ: જો વિપક્ષમાં કોઈ નેતા ઉપલબ્ધ ન હોય, તો લોકસભામાં સૌથી વધુ સંખ્યામાં લોકપ્રતિનિધિઓ ધરાવતા પક્ષના નેતા આ સમિતિના સભ્ય હશે.
પાત્રતા
→ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર બનવા માટે નીચે મુજબની પાત્રતા આવશ્યક છે :
→ પ્રામાણિક વ્યક્તિ હોવા જોઈએ.
→ ચૂંટણીના સંચાલનમાં જ્ઞાન અને અનુભવ ધરાવતા હોવા જોઈએ.
→ કેન્દ્ર સરકારના સચિવ અથવા સમકક્ષ દરજ્જો ધરાવતા હોવા જોઈએ
કાર્યકાળ
→ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચુંટણી કમિશનરનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમરએ બેમાંથી જે પહેલા આવે તે હોય છે.
પગાર અને ભથ્થા
→ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરના પગાર, ભથ્થું અને સેવાની શરતો કેબિનેટ સચિવની જેમ જ હશે.
નોંધ : 1991ના કાયદા હેઠળ તેમનો પગાર સુપ્રીમ કોર્ટના જજના પગાર જેટલો હતો.
પદ પરથી હટાવવાની પ્રક્રિયા
→ મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા એ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા મૂજબ છે.
→ જયારે અન્ય ચૂંટણી કમિશનરને રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરની સલાહથી હટાવી શકે છે.
રાજીનામું
→ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપી શકે છે.
કેન્દ્રીય ચૂંટણી પંચની સત્તા અને કાર્યો
→ રાજકીય પક્ષોની માન્યતા તથા ચૂંટણી નિશાન બાબતે થતા વિવાદોમાં અર્ધન્યાયિક શાખા તરીકે કાર્ય કરવું
→ મતવિસ્તારનું સીમાંકન કરવું
→ રાજકીય પક્ષોને રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરનો દરજજો આપવો
→ આદર્શ આચાર સંહિતા લાગુ કરવી
→ મતદાર યાદી બનાવવી તથા લાયક મતદારોની નોંધણી કરવી
→ ચૂંટણી નિશાનની ફાળવણી કરવી
→ ચૂંટણીની તારીખો અને કાર્યક્રમ નક્કી કરવો
→ સંસદ કે રાજ્ય વિધાનસભાના સભ્યોની ગેરલાયકાન અંગે ચાષ્ટ્રપતિ કે રાજયપાલને સલાહ આપવી
→ હિંસા, મતદાન મથકનો કબજો જેવી અનિયમિતતા સમયે કોઈ પણ વિસ્તારમાં ચૂંટણી રદ કરવી.
નોંધ:
→ વર્ષ 20023માં ‘મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) બિલ, 2023 રાજયસભા અને લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું. આ બિલએ INS 'ચૂંટણી પંચ (સવાની શરતો અને વ્યવહાર) અધિનિયમ, 1991 ને રદ કર્યો હતો.
→ આ બિલ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અને સેવાની શરતો નક્કી કરવાની પ્રક્રિયામાં સુધારો કરવા માટે પસાર કરવામાં આવ્યું હતું.
→ અગાઉ પસંદગી સમિતિમાં વડાપ્રધાન, લોકસભાના વિરોધપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થતો હતો. આ સમિતિ માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટના ચૂકાદા અનુસાર હતી.
→ જાન્યુઆરી 2015માં અનુપ બરનવાલએ એક PILL દાખલ કરી હતી કે ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક કરવાની પદ્ધતિ ગેર-બંધારણીય છે.
0 Comments