→ દર વર્ષે 19 નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિવસ(WORLD TOILATE DAY)ની ઉજવવામાં આવે છે.
→
Theme 2024: 'Toilets - A Place for Peace'
→ સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN) દ્વારા સૌ માટે સ્વચ્છતાના શીર્ષક હેઠળ વર્ષ 2013માં 19 નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી. આ પેહલા વર્ષ 2001થી વર્લ્ડ ટોઇલેટ ઓર્ગનાઇઝેશન દ્વારા આ દિવસ ઉજ્જવવામાં આવતો હતો.
→ વર્ષ 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) 6 - સ્વચ્છ પાણી અને સૌ માટે સ્વચ્છતાને પૂર્ણ કરવા માટે તથા લોકોને ગંદા અને ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવા તેમજ પાણીનો સપયોગ કરવા માટે પ્રેરિત કરવાનો છે.
→
ગુજરાત સરકાર સ્વચ્છતા અને શૌયાલયનાં બાંધકામ માટે 'નિર્મળ ગુજરાત યોજના' શરૂ કરવામાં આવી છે.
→ ભારત સરકાર દ્વારા સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા અને શૌચાલયના બાંધકામ માટે સ્વચ્છ ભારત મિશન યોજના શરૂ કરવામાં આવી છે, જે જલશક્તિ મંત્રાલય અને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અંતર્ગત આવે છે.
→
'ભારતના ટોયલેટ મેન' (Toilet Man Of India) અને ભારતમાં સાર્વજનિક શૌચાલયના પ્રણેતા ડો. બિંદેશ્વર પાઠક છે. સમગ્ર ભારતમાં 'પે-એન્ડ-યુઝ' સાર્વજનિક શૌચાલયનો શ્રેય તેમના ફાળે જાય છે.
0 Comments