RBIના પ્રથમ ગુજરાતી ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી : આઇ. જી. પટેલ
RBIના પ્રથમ ગુજરાતી ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી : આઇ. જી. પટેલ
→ જન્મ : 11 નવેમ્બર, 1924 (વડોદરા)
→ પૂરું નામ : ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઈ પટેલ
→ અવસાન : 17 જુલાઇ,2005 (ન્યૂયોર્ક, અમેરિકા)
→ ભારતના જાણીતા અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના પ્રથમ ગુજરાતી ગવર્નર
→ તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી B.A ની ડિગ્રી મેળવી હતી.
→ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી Ph.D.ની પદવી મેળવી હતી.
→ તેમણે બોમ્બે યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કાર્ય શરૂ કર્યું હતું અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (International Monetary Fund-IMF)માં સલાહકાર તરીકે જોડાયા હતા.
RBIના પ્રથમ ગુજરાતી ગવર્નર
→ વડાપ્રધાન મોરારજી દેસાઇના કાર્યકાળમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના 14મા ગવર્નર તરીકે આઇ. જી. પટેલની નિમણૂક કરવામાં આવી હતી.
→ ગવર્નર તરીકે તેમણે વર્ષ 1978માં રૂ.1000 અને 5000ની ચલણી નોટો રદ કરીને સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત નાણાકીય વિમુદ્રીકરણ કર્યું હતું, તે સમયે વડાપ્રધાન અને RBI ગવર્નર બંને ગુજરાતી હતા.
→ આ ઉપરાંત તેમના કાર્યકાળ દરમિયાન છ ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
પુરસ્કાર
→ ડી.લીટ. (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા દ્વારા) (1980)
→ વિશ્વગુર્જરી એવોર્ડ (1985)
→ પદ્મ વિભૂષણ (1991)
→ સારસ્વત એવોર્ડ (વિધાવિકાસ ટ્રસ્ટ દ્વારા) (1997)
→ તેમણે વર્ષ 1954માં નાણામંત્રીના આર્થિક સલાહકાર તરીકે અને ભારત સરકારના નાણા મંત્રાલયના સચિવ તરીકે ચાર વડાપ્રધાનો (પંડિત જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરાગાંધી, મોરારજી દેસાઇ) સાથે કામ કર્યું હતું.
→ તેમણે વર્ષ 1972-77 સુધી સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)ના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્ય કર્યું હતું.
→ તેઓ બ્રિટનની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમીક્સના ડિરેકટર તરીકે નિમણૂક પામનાર પ્રથમ ભારતીય હતા.
→ તેમણે વર્ષ 1996 થી વર્ષ 2001 સુધી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદમાં અધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી.
→ વર્ષ 2016માં બીજી વખત નાણાકીય વિમુદ્રીકરણ સમયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RBIના ગવર્નર ઊર્જિત પટેલ બંને ગુજરાતી હતા.
0 Comments