→ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી અને મહાન સ્વાતંત્ર સેનાની
સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી
→ તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી હતા. જેથી તેમની જન્મજયંતીને 'રાષ્ટ્રીય શિક્ષણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
→ તેમણે ભારતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી(IIT) અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપ્યુ હતું.
→ તેઓ ઉર્દુ ભાષાના જાણીતા સાહિત્યકાર અને પત્રકાર હતા, પરંતુ શિક્ષણમંત્રી બન્યા બાદ તેમણે ઉર્દુને બદલે અંગ્રેજી ભાષાને મહત્વ આપ્યું હતું.
→ તેમણે રાષ્ટ્રીય જાગૃતિ લાવવાના હેતુથી વર્ષ 1912માં 'અલ હિલાલ' નામના ઉર્દુ સાપ્તાહિક શરૂ કર્યા હતા.
→ ઓએ 'લિસાનસ્સિદક' એટલે કે 'સત્યની વાણી' નામનું પત્ર શરૂ કર્યું હતું.
→ તેમણે ભારતની આઝાદી વિશે 'ઇન્ડિયા વિન્સ ફ્રીડમ' પુસ્તક લખ્યું હતું તેમજ 'તર્જુમન અલ કુરાન' નામનું પુસ્તક પણ લખ્યું છે.
→ તેમને વર્ષ 1992માં મરણોપરાંત ભારતના સર્વોચ્ચ 'ભારતરત્ન' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ તેઓ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈને ભારતની આઝાદીની લડતમાં જોડાયા હતાં, તેઓ હિન્દુ-મુસ્લિમ એકતા પર વિશેષ ભાર મુકતા હતા અને ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતા.
→ તેઓ વર્ષ 1940માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રામગઢ ખાતે યોજાયેલા અધિવેશનમાં અધ્યક્ષ રહ્યા હતા.
→ તેમના સન્માનમાં વર્ષ 1956થી દર વર્ષે કેન્દ્રીય યુવા અને રમત-ગમત મંત્રાલય દ્વારા ભારતની ઉત્કૃષ્ટ યુનિવર્સિટીને 'મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી' આપવામાં આવે છે આ ટ્રોફીને MAKA ટ્રોફી પણ કહેવામાં આવે છે.
→ તેમણે ઈજિપ્તના પાટનગર 'કેરો'ની અલ-અઝહર યુનિવર્સિટી ખાતેથી ઉચ્ચ અભ્યાસ કર્યો હતો.
→ તેમણે લખ્યું હતું કે, 'કુરાન ખરીદવા જે કાબુલથી પગે ચાલીને કલકત્તા આવ્યો તે અજાણ્યા પઠાણને અર્પણ.
નોંધ : → સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં 5 સપ્ટેમ્બરને 'રાષ્ટ્રીય શિક્ષક દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇