→ અમદાવાદના પ્રસિદ્ધ ઉધોગપતિ ના પુત્રી અને અંબાલાલ સારાભાઇના મોટા બહેન અનસુયાબેન
→ મજૂર પ્રવૃત્તિનાં અગ્રણી, પ્રથમ સ્ત્રી-કામદાર નેતા તથા અમદાવાદ મજૂર મહાજન સંઘનાં સ્થાપક.
→ તેમણે મહિલા મજુરો માટે સૌચાલયની વ્યવસ્થા તેમજ અન્ય મજૂરોને થતા શોષણ સામે લડત ચલાવી હતી.
→ તેમણે વર્ષ 1920માં અમદાવાદ કાપડ મીલ કામદાર- સંગઠનની સ્થાપના કરી હતી. જે મજદૂર મહાજન સંઘ તરીકે પણ ઓળખાય છે. તેઓ આ સંગઠનના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા.
→ તેમણે 1920ના 25મી ફેબ્રુઆરીના રોજ ‘મજૂર મહાજન સંઘ’ની સ્થાપના કરી. આ સંસ્થા સાથે ‘મહાજન’ શબ્દ પ્રયોજવાનો મુખ્ય હેતુ મજૂરોના શ્રમના ગૌરવની પ્રતિષ્ઠા કરવાનો હતો.
→ અમદાવાદ મીલ મજૂર આંદોલન બાદ મજૂરોના પગારમાં 35% નો વધારો કરવામાં આવ્યો હતો.
→ અમદાવાદના મિલ મજૂરોએ આંદોલન બાદ અનસૂયાબેનને 'મોટા બહેન' ઉપનામ આપ્યું હતું.
0 Comments