ભુજિયો કિલ્લો | Bhujiyo Killo
ભુજિયો કિલ્લો
ભુજિયો કિલ્લો
→ ભુજિયો કિલ્લો ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરની બહાર આવેલો કિલ્લો છે. આ કિલ્લો ભુજિયા ડુંગરની ઉપર બાંધવામાં આવેલો છે.
→ આ કિલ્લાનું નિર્માણ જાડેજા શાસકો દ્વારા કરવામાં આવ્યું છે.
→ ભુજિયા કિલ્લાનું બાંધકામ કચ્છના શાસક રાવ ગોડજી પહેલા દ્વારા વર્ષ 1723માં ભુજના રક્ષણ માટે શરૂ કરવામાં આવ્યું હતું.
→ ભુજિયા ટેકરીને મજબૂત બનાવવામાં દેશલજી પ્રથમના દીવાન દેવકરણે અગત્યનો ભાગ ભજવ્યો હતો.
→ આ કિલ્લાએ મુખ્ય 6 યુદ્ધો જોયાં છે, જે 1700થી 1800ની સાલમાં કચ્છના રાજપૂત શાસકો અને સિંધના આક્રમણખોરો અને ગુજરાતના મોગલ શાસકો વચ્ચે થયાં હતાં.
→ બાહ્ય હુમલાઓથી રક્ષણ મેળવવા માટેના હેતુથી બનાવેલ આ કિલ્લાની ઊંચાઈ 160 મીટર છે કિલ્લાની અંદર જવા માટે બે દરવાજાઓમાંથી પસાર થવું પડે છે.
→ કિલ્લામાં ભુજંગ નાગ મંદિર આવેલ છે.
0 Comments